Book Title: Jain Satyaprakash 1939 04 SrNo 45 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ જનદર્શનમાં વાદનું સ્થાન લેખક—મુનિરાજ શ્રી કનકવિજયજી (આચાર્ય મહારાજ શ્રી વિજયરામચંદ્રસૂરિજીના શિય) [ ગતાંકથી પૂર્ણ ] વિવાદના સ્વરૂપ વિષે શુષ્કવાદની કાંઈક સમકક્ષાને કહી શકાય એવે, વાદાભાસ કે સામાન્ય વાદ તરીકે સબંધાય છે, તે વિવાદ છે. વિવાદ એ, જેમ અભિમાનના અતિરેકથી જન્મે છે તેમ એ વિવાદને કરનારની બીજી બૂરી ને લેપૂજા છે. એટલે એ વિવાદી લબ્ધિ, ખ્યાતિ આદિ લોકપૂજાને ઇચ્છતા હોવાથી, ઉદાર ચિત્તને બની શકતો નથી. એની લેકિપૂરની વાસના, તે પામર વાદીને અનુદાર ચિત્તવૃત્તિને બનાવે છે. એટલે સામાન્ય રીતિએ કહીએ તે વિવાદને કરનાર મહાદરિદ્રી જ બને છે. એ પિતાની ખ્યાતિ યા લેક પૂજાની લાલસાને પોષવા ખાતર જ રહામાં નિર્દોષ, સત્યના અર્થિઓની સાથે વાદ કરવાને આતુર રહે છે. તે પોતાના વાદને પિતાના જયમાં પરિણમતે જેવાને ઇચ્છે છે. એટલે એકદર અવા વિવાદીઓની મુખ્ય નેમ વિજિગીષા જ રહે છે. વિજિગીષાવૃત્તિથી વાદને કરવા ઇચ્છતે તે વિવાદી અવસરે પિતાની જયની કામનાને પૂર્ણ કરવા છલ, કપટ વગેરેને આશ્રય શોધી હામાને ઉતારી પાડવાને યા પરાજિત કરવાને અતિ ઉસુક રહે છે. પૂજ્ય હરિભદ્રસુરિજી આ વિવાદના રવરૂપને આલેખતા પ્રતિપાદે છે કેलब्धिख्यात्यर्थिना तु स्याहःस्थितेनामहात्मना । छलजातिप्रधानो यः स विवाद इति स्मृतः ॥ એટલે આવા અમહાત્મા–અનુદાર અને લેપૂજા ખ્યાતિ વગેરેના દરિદ્રી વિવાદીએની સાથે તત્વજિજ્ઞાસાથી પણ વાદ કરે, તે નિરર્થક અને અનર્થપ્રદ બને છે. કેમકે આવા વિવાદના ફલમાં અનર્થોની હારમાળા સિવાય કાંઈ જ તત્વના જિજ્ઞાસુને સાંપડી શકતું નથી. એ વિવાદના અતિમ પરિણામને રમજાવતા સૂરિવર જણાવે છે કે – विजयो ह्यत्र सन्नीत्या दुर्लभस्तत्ववादिनः। तद्भावेऽप्यन्तरायादि-दोषोऽदृष्टविघातकृत् ॥ વિવાદમાં, નીતિ પૂર્વકને જય એ પ્રાયઃ દુર્લભ છે, કેમકે જે એકાન્ત વિજગીષા વૃત્તિથી વિવાદને કરવા પ્રેરાય એ ચોકકસ છલને આશ્રય શેધે છે. અને એવા છલપ્રધાન વાદમાં, તત્વની જિજ્ઞાસાથી, વિચારોની આપ-લે કરનાર, સરળહૃદયીને પણ છલને આશ્રય લે જ પડે, કેમકે હામે વિવાદી એવી જ પરિસ્થિતિ દંભી કરે કે સત્યના અર્થને પિતાનું સત્યતત્વ અખંડિત રાખવાને ઇલને આશ્રય બલાત લેવો જ પડે. માટે જ એવા વિવાદ કરનારની સાથે નિખાલસ આત્માઓએ વાદ કે ચર્ચા ઉપસ્થિત કરવી જ ન જોઈએ, એટલે એ વિજગી વાદી આપમેળે છે પડી જાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52