Book Title: Jain Satyaprakash 1939 01 SrNo 42
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન લેખક –આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધસૂરિજી (ગતાંકથી ચાલુ) જગતને અમાપ પરિતાપ પમાડનાર પાપ તત્ત્વના વીસમા ભેદ તરીકે પ્રભુએ નીચ કુલને વર્ણવ્યું છે. આ કુળમાં પેદા થવાથી જીવને અનેક તરેહનાં કષ્ટ અનુભવવાં પડે છે. આ વાતની સાબીતિ ચિત્ર અને સંભૂતના દષ્ટાંતથી આપણને સારી રીતે મળે છે. મહાન ત્યાગમાં ઝુલી રહેલી એવી આ વ્યક્તિઓ પર પણ, નીચ કુળમાં જન્મ આપનાર નીચ ગોત્ર નામને પાપને ભેદ, કે તિરસ્કાર ઉત્પન્ન કરાવે છે, તે વાતને આ દૃષ્ટાંત આબેહુબ ચિતાર આપે છે. એટલા જ માટે આ ભેદનું લક્ષણ પ્રભુસિદ્ધાન્ત પ્રમાણે નીચે મુજબ કરી શકાય नीचकुलजन्मनिदानं तिरस्कारोत्पादकं कर्म नीचैर्गोत्रम् । નીચ કુળમાં જન્મના કારણરૂપ અને તિરસ્કાર પેદા કરનાર કર્મ નીચ ગોત્ર તરીકે કહેવાય છે. જે નિર ર્વ નિવત્ર એમ કહીએ તે દુર્ભાગ્ય અયશકીતિ આદિમાં લક્ષણ અતિવ્યાપ્ત થાય માટે સરસ્વનિમ્ એ વિશેષણ આપવામાં આવ્યું છે, અને જે કેવલ વિશેષણ જ મૂકીએ તે ગત્યાદિ કર્મમાં લક્ષણ અતિવ્યાપ્ત થાય માટે વિશેષણ પદ મૂકયું છે. એકવીશમો ભેદ અસાતા વેદનીય છે. दुःखविशेषोपलब्धिकारणं कर्म असातावेदनीयम् । દુઃખ વિશેષની પ્રાપ્તિનું કારણ કર્મ અસાતા વેદનીય કહેવાય છે. ઉપરના લક્ષણમાં કેવલ સુઃણ શબ્દ ન મૂકતાં વિશેષ શબ્દની સાથે મૂકે છે, તેનો હેતુ એ છે કે દુઃખ તે દુર્ભાગ્ય, અયશકીર્તિ નીચેગેત્ર આદિ નામ કર્મો પણ આપે છે. એથી તે તે પાપ ભેદમાં અતિવ્યાપ્તિ ન જાય માટે સુ ષ શબ્દ મૂક્યું છે. આથી એ અર્થ નીકળે છે કે ઉદર, શીર્ષ આદિના ફૂલ, ભગંદર કાસ, શ્વાસ, જ્વરાદિથી થતાં વિશેપ દુઃખો લેવાં કે જેથી અમાતા વેદનીયનું લક્ષણ બીજા પાપ તત્ત્વમાં જઈ ન શકે. બાવીશમો ભેદ મિથ્યાત્વ મોહનીય છે. જે આ ભેદને નાશ થાય તે અનંતાપુદગલ-પરાવર્તનાત્મક સંસાર કપાઈ જાય. વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તન જ બાકી રહે. કહે શું બાકી રહ્યું ? અનંત સંસારને અન્ન આવ્યો, અને અનન્ત મુકિતસુખ નીકટ આવી વસ્યું. સંસારરૂપ અનાદિના આ મજબૂત મહાલયની સ્થાયી સ્થિતિ મિથ્યાત્વરૂપ સ્તંભના આધારે છે. જો કે આ સંસારરૂપ પ્રાસાદ મિથ્યાત્વ, અવત, કષાય અને વેગ એ ચાર સ્તંભેથી સ્થિર મનાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44