________________
ઉવસગ્ગહર સ્તોત્ર
લેખક–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ
(ક્રમાંક ૩૬ પૃષ્ઠ ૪ર થી ચાલુ) ભદ્રબાહુ અને વરાહમિહિર એ બે ભાઇઓ હતા, તેવી રીતનો ઉલ્લેખ પ્રબંધચિંતામણિ તથા શ્રીજિનપ્રભસૂરિ વિરચિત અર્થકલ્પલતા’ નામની વૃત્તિના રચના સમય પહેલા કોઈ પણ ગ્રંથમાં કરવામાં આવ્યો હોય એવું મારા ખ્યાલમાં નથી.
બીજી બાજુ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ પણ પિતે રચેલા પરિશિષ્ટપર્વ નામના ગ્રંથમાં તે બાબતનો ઉલ્લેખ સુદ્ધાં કરતાં નથી. મારા આ મતને મલતે જ અભિપ્રાય જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી સ્વર્ગસ્થ છે. હર્મન જેકોબીએ પણ “કલ્પસત્રની અંગ્રેજી આવૃત્તિની પ્રસ્તાવનામાં દર્શાવ્યો છે જે અક્ષરશઃ નીચે મુજબ છે.*
“ભદ્રબાહ અને વરાહમિહિર વચ્ચે થયેલી સ્પર્ધાના સંબંધ હેમચંદ્ર સૂરિ સિવાય ઘણા અર્વાચીન જૈન મંથકાએ એક દંતકથા આ લિી છે. આ દંતકથા ઉત્પન્ન થવાનું કારણ મને નીચે નીચે મુજબ લાગે છે – એક તે ભદ્રબાહુસ્વામીએ સૂર્યપ્રાપ્તિ ટીકા અને ભદ્રબાહવી નામની સંહિતા એમ બે ખગળ વિદ્યા વિષયક છે તથા “ઉવસગ્ગહર' નામનું સ્તોત્ર રચ્યું છે એમ જે મનાય છે. તેથી, અને બીજું, જૈન જ્યોતિષ શાસ્ત્રને અન્ય જ્યોતિર્વિદે જે ધિક્કારતા હતા { જુઓ સિદ્ધાન્ત શિરોમણિ ૩-૧) તેથી, ભદ્રબાહુ અને જૈન જ્યોતિષ શાસ્ત્રની મહત્તા દેખાડવાની લાલસાના પરિણામે એ દંતકથા જન્મ પામી છે.
“આ ઉપર આપેલી કથા દેખીતી રીતે જ કઈ પણ ઐતિહાસિક ઉપયોગિતાવાળી જણાતી નથી. તેમજ હેમચંદ્રસૂરિએ તેને ઉલ્લેખ સુદ્ધાં પણ કરેલો નહિ હેવાથી તે અર્વાચીન હેય તેમ ભાસે છે. તેથી આ સંબંધમાં આપણને કોઈ પણ જાતને વિચાર કરવાની જરૂર નથી.”
ઉપર્યુક્ત ઉલ્લેખ ઉપરથી એટલું તો જરૂર સિદ્ધ થાય છે કે પંડિત શ્રી બહેચરદાસ તથા ઈતિહાસપ્રેમી મુનિ મહારાજ શ્રી કલ્યાણવિજયજીએ ભદ્રબાહુ અને વરાહમિહિર એ બંને ભાઈઓ હવાની જે કલ્પના કરી છે, તે અનૈતિહાસિક દંતકથાના આધારે છે, જ્યારે વરાહમિહિર પિતે પણ પિતાના ગ્રંથમાં ભદ્રબાહુનો ઉલ્લેખ કરતા નથી, જે તેઓ બંને પ્રતિસ્પધી હોય અને ગૃહસ્થપણામાં સગા ભાઈઓ હોય તે પછી મિત્ર તરીકે
•3. હર્મન જેબીએ લખેલ અંગ્રેજી કલ્પસૂત્ર દુષ્માપ્ય હોવાથી આ અવતરણ શ્રીયુત સુશીલે કરેલા તે પ્રસ્તાવનાના ગુજરાતી ભાષાંતર ઉપરથી આપ્યું છે. આ પ્રસ્તાવના ગુજરાતી ભાષાંતર, ૨૧. જૈન સેવા મેઘજી હીરજીએ છપાવેલ કલ્પસૂત્ર સુખબાધિકા”માં છપાવેલ છે.
૧ આ દંતાયા જેન સત્ય કાચના વર્ષ : અંક ના ૧૨મા પાને આપી છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org