Book Title: Jain Satyaprakash 1939 01 SrNo 42
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ [૭૪] શ્રી જૈન સત્ય પ્રકાશ અલબત્ત ભગવાન મહાવીરના વ્યાધિનું કારણ તેજલેશ્યા નામક એક અલૌકિકબુદ્ધિમાં ન આવી શકે કે વૈદ્યક શાસ્ત્રમાં જેને પરિચય ન મળી શકે એવી વસ્તુ હતી. પણ જે વ્યાધિનું કારણ અલૌકિક કે બુદ્ધિગમ્ય ન હોય તેને ઉપચાર પણ અલૌકિક જ હોવા જોઈએ એ નિયમ ન કરી શકાય. લાકિક કે અલૌકિક ગમે તે કારણથી ઉત્પન્ન થયેલ વ્યાધિની અસર છેવટે તો શરીર ઉપર જ થવાની છે એ નિશ્ચિત છે. તો પછી એ વ્યાધિને એના કારણને પણ નહીં) વૈદ્યક દૃષ્ટિએ જોઈને વૈદ્યક દૃષ્ટિએ જ એને ઉપચાર કરવામાં આવે તે શું ખોટું છે? આપણા ચાલુ વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે કેટલાય લોકે અમુક વ્યાધિના કારણ તરીકે વળગાડ, ભૂત, પ્રેત કે અમુક પ્રકારની અશાતનાને માને છે, અને છતાં ય તેવા વ્યાધિ વૈદ્યક ઉપચારેથી જરૂર સંત થાય છે. ભગવાન મહાવીરને વ્યાધિ પણ છેવટે શારીરિક જ વ્યાધિ હતું. એટલે એને ઉપચાર પણ વૈદ્યક દૃષ્ટિથી વિરૂદ્ધ જઈને તે ન જ થઈ શકે. અથવા તો વૈધકના વિધાન પ્રમાણે પણ એનો ઉપચાર અવશ્ય થઈ શકે. એટલે મહાવીરસ્વામીના વ્યાધિ પરત્વે ઉપયોગી કે પદાર્થ હોઈ શકે તે વૈદ્યક શાસ્ત્રથી વિચારીએ. વૈદ્યક ગ્રન્થોમાં પ્રમાણભૂત એવા સુશ્રુત નામના વૈદ્ય ગ્રન્થના ૪૬ભા અધ્યાયમાં કુષ્માંડ (કળા)ના ગુણે નીચે પ્રમાણે બતાવેલ છે. पित्तनं तेषु कूष्माण्डं बाल मध्यं कफापहम् । शुक्लं लघूष्णं सक्षारं दीपनं बस्तिशोधनम् ॥ २१३ ॥ सर्वदोषहर हृधं पथ्य चेतोविकारिणाम् ॥ શાકમાં બાળ કૂષ્માંડ (કોળું) પિત્તનાશક છે. મધ્ય કૂષ્માંડ કફને નાશ કરનાર અને શુકલ ફૂભાંડ હળવું, ક્ષારયુક્ત દીપન, મૂત્રવિશોધક, સર્વદેષને હરનાર, હૃધ અને મનોવિભ્રમવાળાને પથ્ય હોય છે. તે જ ગ્રન્થમાં બીરાનું વર્ણન આ પ્રમાણે છે लध्वम्लं दीपनं हृद्य मातुलुङ्गमुदाहृतम् ॥ त्वकूतिक्ता दुर्जरा तस्य वातक्रिमिकफापहा ॥ १४९।। स्वादु शीतं गुरु स्निग्धं मांस मारुतपित्तजित् ॥ मेध्यं शूलानिलच्छदि कफारोचकनाशकम् ॥ १५० ॥ दीपनं लघु संग्राहि गुल्मार्टीनं तु केसरम् ।। शूलानिलविबन्धेषु रसस्तस्योपदिश्यते ॥ १५१ ॥ अरुचौ च विशेषण मन्देऽग्गा कफमारुते ॥ માતુલુંગ (બીજો) હળવું ખાટું અગ્નિદીપક હૃદ્ય છે; તેની છાલ (બીરાની છાલ) તિક્ત દુર્જર વાયુ, કમી અને કફને નાશ કરનારી છે; તેનું બીરાનું) માંસ (ગર્ભ) સ્વાદુ શીતલ, ભારે રિનગ્ધ વાત અને પિત્તનાશક, બુદ્ધિવર્ધક, શલ વાયુ વમન કફ અને અરુચિને હરનાર છે તેનાં કેસમાં અગ્નિદીપક હળવા ગ્રાહી ગુમ અને અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44