Book Title: Jain Satyaprakash 1939 01 SrNo 42
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ અંક ૧ વંશ નગરીને પ્રાપીન શિલાલેખ સંઘપતિ ઇન્દ્રરાજના ત્રણે ભાઈઓનું કુટુમ્બ આ પ્રમાણે છે. તેમનું ગોત્ર ક્યાણ હતું. રાકયાણ ગેત્રમાં આજે દિલ્હીના સુપ્રસિદ્ધ ઝવેરી લાલા બેરાની લાલજી છે. તેમની બહુ જ ઈચ્છા હતી કે વૈરાટના આ મંદિરને હું જીર્ણોદ્ધાર કરાવું. પાંચ સાતમાં આ મંદિરને જીર્ણોદ્ધાર થઈ શકે તેમ છે. રક્ષાણ ગત્રની યશપતાક ફરકાવતું આ મંદિર ઉભું છે તેને થિર રાખવું, એ ક્વાણ ગોત્રના વંશજોની પ્રથમ ફરજ છે. લાલા બેરાતીલાલજી ગયે વર્ષે સ્વર્ગસ્થ થયા પરન્તુ તેમના ભાઈઓ અને પુત્ર વિદ્યમાન છે તેઓ આ કાર્ય જરૂર સંભાળે. વૈરાટની વર્તમાન પરિસ્થિતિ હું સંક્ષેપમાં જણાવી ગયો છું. જયપુર રેટની અન્તિમ સરહદનું આ સ્થાન છે. ચોતરફ પહાડો, જાણે તાંબુ પાથર્યું હોય તેવી લાલ માટી વગેરે છે. જ્યાં જનનાં ૩૦૦ ઘર હતાં, ત્યાં . જેનાં પાંચ સાત ઘર છે. તેઓ ઈચ્છે છે કે મંદિરને જીર્ણોદ્ધાર થાય. તેઓ સેવા પૂજા કરવા જિનવરેન્દ્રની ભકિત કરવા તૈયાર છે. એક જ મંદિરને કે જેમાં મોટે શિલાલેખ છે તેને જ જીર્ણોદ્ધાર થાય તેમ છે. શિલાલેખ જોવા આવનાર પુરાતત્વવિદે પણ આ લેખને બહુ જ મહત્ત્વને ગણે છે. જયપુર સ્ટેટ આ જીર્ણ મંદિરને સંરક્ષણીય સ્થાન તરીકે પિતાના કબજામાં રાખવા ઈચ્છે છે. પણ ત્યાંના જેને ના પાડે છે. કોઈ ધર્મપ્રેમી દાનવીર સટ્ટહસ્થ આ બાજુ લક્ષ આપી જગદ્દગુરૂજી શ્રી હીરવિજયસૂરિશ્વરજીની યશપતાકા ફરકાવતા આ જિન મંદિરને છહાર કરે એ ખાસ જરૂરનું છે. સાધુઓના વિહારની પણ ઘણું જ અગત્ય છે. છેલ્લી બે સદીમાં સાધુ તરીકે અમે જ ચાર સાધુઓ પ્રથમ ત્યાં ગયા હતા. રસ્તા વિકટ છે. અડચણે ઘણી છે છતાંયે સાધુ મહાત્માઓએ પધારવાની જરૂર છે. અહીથી બે માઈલ ગયા પછી અવર રાજ્યની સરહદ શરૂ થાય છે. ત્યાંથી ગાજીના થાણ થઈ અનુક્રમે અલ્વર થઈ દિલ્હી જવાય છે. આ રસ્તે ન નીકળે છે. જંગલી પ્રાણુઓને ડર છે, પરંતુ ધીમે ધીમે આ રસ્તે જાહેર રસ્તે બની જશે પછી ડરનું નામ નહિ રહે. વચમાં વસ્તી મે અને મીયાણાની આવે છે. સાવચેતી પૂર્વક અને સમુદાય સાથે વિહરવામાં ડર જેવું નથી. જેમણે જીદગીમાં પહેલી જ વાર સાધુઓનાં દર્શન કર્યા એવા ત્યાં અને ભાવિક અને શ્રદ્ધાળુ છે. અન્તમાં-આ ઐતિહાસિક શિલાલેખનું સત્ય સમજી તે વખતના જૈન સંઘની મહત્તા વાંચી તેવું પ્રભુત્વ જૈન સંધને પુનઃ પ્રાપ્ત થાઓ એ શુભેચ્છા પૂર્વક વિરમું છું. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44