Book Title: Jain Satyaprakash 1939 01 SrNo 42
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ અંક ૧] બત્રીસલક્ષણે [ ૩૧૩] પણ માને કયાં દલીલની જરૂર હતી. તે બેલીઃ “બોલતાં બોલતાં ફાટ લાગે છે, નાસ્તિક એ નાસ્તિક, પેલા સાધુ પાસે રહીને. વેદમાં તે ચોકખું લખ્યું છે કે યજ્ઞમાં બલિ આપેલ પ્રાણી રવર્ગે જાય. હવે બેલીશ નહિ, તું જા, મેં તને આપી દીધે છે. કેટવાળ સાહેબ, આને લઈ જાવ.” “અમાર, આગળ થી તાસ ઉપર હવે રાજ્યને અધિકાર છે.” કોટવાળે કહ્યું. “બાપા, મને બચાવે. માતા ભલે નિધુર બની, તમારે મારા ઉપર પ્રેમ છે.” ભાઈ, તને તારી સગી માએ જ વેચ્યો છે. હવે રાજના કામમાં મારાથી વચ્ચે ન પડાય.” બા ! બાપા! યાદ રાખજે, હું નથી મરવાને એ ચોકકસ છે. હું તે મોટો જ્ઞાની થવાનો છું. પણ એક દિવસ એવો આવશે કે આ યાને નામે ચાલતી ઘોર હિંસાની પ્રથા દફનાશે. આ હિંસાના પ્રતાપે તમારે આ અધર્મ રસાતાળ મા જશે.” હવે જા ભયે છે તે. છાને માને જા. તારૂં મેહું કાળું કર.” કોટવાળ અને બીજ સિપાઈ તે નિષ્ફર બ્રાહ્મણી સામે જોઈ જ રહ્યા. અરે રામ, રામ, રામ! આ તે ઓરમાન મા લાગે છે, નહિં તે આટલી દયાહીનતાનિષ્ફરતા ન હોય! જેના હૃદયમાં ભાવ સ્નેહનું એક બિંદુ પણ નથી એને મા શી રીતે કહેવી ? અને સિપાહીઓ અમર ને લઈ ચાલતા થયા! [ ૩ ] અમર કુમારને લઈ જતાં રસ્તામાં કોટવાળે છે કરણને પૂછ્યું, “ભાઈ તારી એરમાને મા લાગે છે?” નારે ના, સગી મા છે.” “હું શું કહે છે, સગી મા? અને આટલું બધું હેત (1) ફિટકાર છે ધનલાલચુ એ માતાને! હશે પણ હવે તું રડીશ નહિં. રાજાનું કામ છે એટલે શું કરીએ, નહિ તે તારી કાયા અને તારું રૂપ જોઈ અમને એમ થાય છે કે તેને છોડી મૂકીએ.” બધા આગળ વધે છે. રસ્તામાં પંચ મળ્યું. નગરશેઠ મલ્યા, બધા પાસે અમરે દયાની માગણી કરી, પણ રાજસત્તા પાસે બધાય ચૂપ રહ્યા. બધાને આત્મા આવા બુદ્ધિવાન અને તેજસ્વી પુત્રને માત જોઈ ઘવાતે હતે. પણ બધાય ચૂપ રહ્યા. ત્યાં તે પોતાના ગુરૂ સામેથી ચાલ્યા આવતા અમારે જોયા અને તે તેમની પાસે દેડી ગયો, અને બોલ્યા : “ગુરૂજી, બચાવો હું મરી જાઉં છું. માતા રાક્ષણિી થઈ છે. બાપ નિરાધાર છે. મહાજન અને શેઠ ચૂપ છે. અમર, તું લેશ પણ ચિંતા ન કરીશ. તું બચશે અને સાધુ થશે. લે આ એક મંત્ર આપું છું. તને હોમવાની તૈયારી કરે તે પહેલાથી આ મંત્ર જપ્યા કરજે, જરૂર ato"તું બચી જશે.” એમ કહી ગુરૂએમમરકારમંત્ર આપ્યું. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44