________________
અંક 9] ઉવસગ્ગહર સ્તોત્ર
[૫૧] નહિ તે પ્રતિસ્પધી તરીકે તે જરૂર ઉલ્લેખ કર્યા વિના રહે જ નહિ. દા. ત. બૌદ્ધ ગ્રંથમાં ગૌતમબુદ્ધના પ્રતિસ્પધી શ્રવણ ભગવાન મહાવીરને ઉલ્લેખ “નિગ્સનાતપુ’ તરીકે ઠેકઠેકાણ કરેલ મલી આવે છે.
વળી દિગંબર ગ્રંથોમાં તથા શિલાલેખોમાં બીજ ભદ્રબાહુને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે ઐતિહાસિક દૃષ્ટિએ સિદ્ધ થઈ શકતું નથી, એ બાબતના સંખ્યાબંધ પુરાવાઓ “જન સત્ય પ્રકાશમાં પ્રસિદ્ધ થએલી “હિર શાસ્ત્ર છે અને ?” નામની લેખમાળામાં આપેલા છે.
વરાહમિહિર અને ભદ્રબાહસ્વામી સંબંધીની ઉપર્યુંકત અનતિહાસિક દંતકથા ઉપરથી દેટલાક વિદ્વાનો એવો મત બાંધે છે કે નિયુક્તિઓ તથા કલ્પસૂત્રના રચયિતા પણ તકેવલ ભદ્રબાહુ નહિ, પરંતુ વરાહમિહિરના ભાઈ બીજા ભદ્રબાહુ છે. છતાં ખુબીની વાત તે એ છે કે એ વિઠાનામાંથી કોઈએ પણ બીજા ભદ્રબાહુના ગુરૂશ્રીનું અથવા શિષ્યપર પરાનું નામ સુહાં નિર્દિષ્ટ કર્યું નથી. કલ્પનાની ખાતર આપણે એક વખત માની લઈએ કે બીજા ભદ્રબાહુ થઈ ગયા છે, અને તેઓએ આ બધી કૃતિઓ એટલે કે નિકિતઓ, કલ્પસૂત્ર મૂળ અને ઉવસગ્ગહર તેત્રની રચના કરી છે તે નાશ પામતાં પામતાં પણ બચી જવા પામેલા સેંકડો શિલાલેખો તથા શ્વેતાંબર માન્ય આગમ ગ્રંથ અને વિપુલ સાહિત્ય રાશિમાં કઈ પણ ઠેકાણે બીજા ભદ્રબાહુ સવામીની સંસારી અવસ્થાનું નામ, તેઓશ્રીના ગુરૂશ્રીનું અથવા શિષ્ય પરંપરાનું નામનિશાન સુદ્ધાં ન મલી આવે એવું બની શકે ખરું? મારી માન્યતા મુજબ તે જ્યાં સુધી ઐતિહાસિક શિલાલે અથવા તામ્રપત્રો અને આગમગ્રંથમાંથી તે વાતની પુષ્ટિ બાપતા પુરાવાઓ ન મળી શકે ત્યાં સુધી તે નિર્વતિઓ, કલ્પસૂત્રમૂળ, તથા ઉવસગ્ગહર સ્તોત્રના કર્તા તરીકે શ્રુતકેવલિ શ્રી ભદ્રબાહુસ્વામીને જ માનવા ઘટે અને હું તે તેઓને જ માનું છું. આવી ઐતિહાસિક મૂલ્યવગરની દંતકથાઓ ઉપરથી પ્રાચીન ચાલી આવતી માન્યતા ફેરફાર કરવાનું કઈ પણ સમજુ ભાણસ કબુલ ન કરે.
જૈન સત્ય પ્રકાશના વર્ષ ૩ના ૧૨ અંકમાં “શ્રી ભદ્રબાહુ ગણિરચિત ચઉકકસાથે એ નામનો એક લેખ પૃષ્ઠ ૪૩૨ તથા ૪૩૩ ઉપર શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયાએ લખીને એ કૃતિના કર્તા શ્રી ભદ્રબાહુગણિ તે કેણ તેને અંતિમ નિર્ણય કરવાને બાકી રાખે છે. પરંતુ આ ભદ્રબાહુગણિ તે નિર્યુકિતકાર, કલ્પસૂત્રકાર અથવા ઉવસગહર સ્તોત્રકાર તે ન જ હોઈ શકે. કારણ કે તેઓએ પોતાની કોઈ પણ કૃતિમાં પિતાના નામ નિર્દેશ કરેલ નથી અને પ્રાચીન સમયમાં સ્તોત્રકાર પોતાની કૃતિઓના અંતે મોટે ભાગે નામ નિર્દેશ કરત ન હતા એટલે મારી માન્યતા પ્રમાણે “ચઉકકસાયના રચનાર શ્રી ભબહુગણિ ઘણું કરીને વિક્રમની દસમી સદીની પછીના હેઇ શકે.
મારા બીજા પ્રશ્નના જવાબ રૂપે “ઉવસગ્ગહર તેત્રના કતાં ભૂતકેવલિ ભદ્રબાહ
જ છે, એ પ્રાચીન પરંપરાને ફેરવવા માટેના ક્યાં સુધી બીન ઐતિહાસિક સબળ Jain Educat પુરાવાઓ ન મલી આવે ત્યાં સુધી હું પ્રાચીન પરંપરાને વળગી રહું છું.
www.jainelibrary.org
For Private & Personal Use Only