________________
[૪]
શ્રી જન સત્ય પ્રકાશ
તાંબાની ખાણે હતી એમ તો હીરસૌભાગ્ય કાવ્યમાં પણ લખ્યું છે. જે હું આગળ હીરસૌભાગ્યમાંના લોકની ટીકામાંથી રજુ કરી ગયો છું. ત્યાં તામ્રાળ દ્વારા
પિત્તિ લખ્યું છે, અર્થાત વૈરાટમાં તાંબાની ખાણ હતી અને તેને અધિપતિ ઇન્દ્રરાજ હતું. આજે પણ આ પ્રદેશમાં પહાડે લાલ, રેતી પણ લાલ અને જમીન પણ લાલ-તાંબાના રંગની જ છે. એટલે આ કથન સર્વશે સત્ય છે. તેમજ તાંબાનો કચર પણ ચોતરફ ફેંકાયેલે ઢગના ઢગ રૂપે વિદ્યમાન છે.
૪ પછી ઈન્દ્રરાજના કુટુમ્બને ઇતિહાસ શરૂ થાય છે.
૫ આમાં ઈન્દ્રરાજના પિતા સંધપતિ ભારમલ્લને અકબરના મહેસુલી ખાતાના મુખ્ય અધિકારી ટોડરમલે બહુ માન આપ્યું હતું, અનેક ગામોને ઉપરી બનાવ્યું હતું. અને અધિકારીપદે સ્થાપેલ હતા. સંઘપતિ ભારમલ્લે પણ પોતાના તાબાની પ્રજાનું પાલન સુંદર રીતે કર્યું હતું.
૬ સં. ઈન્દ્રરાજને પણ પિતાના પિતાને અધિકાર મળ્યો હતો, વરાટને સુબો ઈન્દ્રરાજ હતા. એટલે જ હીરસૌભાગ્યકારે ઈન્દ્રરાજને પાંચસો ગામને ઉપરીસામન્ત વર્ણવ્યું છે. તેમ જ અનેક હાથી ઘોડાને ઉપરી, ખાણાને માલિક જણાવ્યું છે. આ બધું જોતાં એમ લાગે છે કે સપતિ ભારમલ્લ અને તેને પુત્ર ઇન્દ્રરાજ, મેવાત પ્રદેશના ઉપરી-સુબા હશે. કારણ કે તેને વૈભવ એનું મહત્ત્વનું સ્થાન સૂચવે છે. વળી આ સ્થાન બાદશાહ અકબર ક્યાં વધુ રહેતા હતા તે ફતેહપુર-સીકીથી નજીક છે એટલે જોખમદારી ભર્યું અને મહત્ત્વનું પણ પૂરેપૂરું હશે. અહીંના અધિકારીને વ્યવસ્થા માટે સદાય સાવચેત રહેવું પડતું હશે.
આ પ્રદેશ સદાય બંખેર રહ્યો છે. આજે પણ એ જ દશા છે. એટલે શાંત, અને પ્રજાને પ્રેમ છતી લે તેવી વ્યવસ્થાપક સિવાય પ્રજાપ્રેમી અને રાજ્યમાન્ય બનવું મુશ્કેલ જ હતું, પરંતુ પિતા પુત્ર આ ગુણથી બરાબર વિભૂતિ હતા જેથી આ મહત્ત્વનું સ્થાન બરાબર જાળવ્યું હતું.
૭ ઇન્દ્રરાજે ધરાટમાં જે ભવ્ય જિનપ્રાસાદ બનાવ્યો તેનું એક નામ ઇન્દ્રવિહાર અને બીજું નામ મહદયપ્રાસાદ હતું.
ઈન્દ્રરાજે પોતાના નામથી બનાવેલ આ જિનમંદિર ખરેખર ઈન્દ્રવિહાર નામને સર્વથા સાર્થક કરતું હતું. અને મહદયપ્રાસાદ પણ ધરાટને મહાય કરનાર જ હતો.
૮ આમાં શ્રી હીરવિજયસૂરિજીની શ્રી હેમવિમલસૂરિજીથી પટ્ટપરંપરા આપી છે. શ્રી હેમવિમલસૂરિજી મહારાજના પટ્ટધર મહાન સાધુ માર્ગદિયોહારક શ્રી આણુંવિમલસૂરિજી મહારાજ થયા. તેમના પાટ ઉપર મહાપ્રતાપી શ્રી વિજયદાનસૂરિજી થયા અને તેમની પાટ ઉપર સુર્યસમાન દેદીપ્યમાન, પરમખાભાવિક અને પિતાની વિદ્વતાથી મેગલ સમ્રાટ અકબરપ્રતિબોધક તેમજ તેની પાસેથી અહિંસાનાં ફરમાને, પૂરતક ભંડાર અને બંદિમાન આદિ શુભ કાયા કરાવનાર અને જગદગુરૂના બિરૂદથી અલંકૃત શ્રી. હરવાર થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org