Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ ઋણ સ્વીકાર ૯૬ વર્ષના દીર્ઘ આયુષ્યમાં ૭૯ વર્ષનો નિર્મળ ચારિત્ર પર્યાય અને ૫૬ વર્ષનો આરાધના-રક્ષા-પ્રભાવના સભર આચાર્યપદ પર્યાય ધર નાર પરમગુરુદે વ પૂ. આચાર્યદે વેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પાર્થીવ દેહના અંતિમ સંસ્કારથી પવિત્ર-ભૂમિ પર નિમિત ‘સ્મૃતિમંદિરની પાવન પ્રતિષ્ઠાના ઉપલક્ષ્યમાં ‘સ્મૃતિમંદિર પ્રકાશન'ની સ્થાપના થઈ ત્યારથી પ્રકાશન કાર્યની પા પા પગલી ભરતાં અમે આજે એક ભગીરથ કાર્ય કરવા સમર્થ બની રહ્યાં છીએ. તે દેવ-ગુરુની અસીમકૃપાનું પરિણામ છે. ‘જૈન રામાયણ : રજોહરણની ખાણ' ૭ ભાગમાં પ્રકાશન કરવાનો વિચાર થયો ત્યારથી એક મોટું ટેન્શન હતું. પણ ‘કૃપા' શું કામ કરે છે તેનો અમે અનુભવ કરી શક્યા છીએ. વ્યાખ્યાન વાચસ્પતિ પરમારાથ્યપાદ પરમગુરુદેવશ્રી જેવા સમર્થ મહાપુરુષની ભલભલાનાં હૈયાને હચમચાવી દેતી ધર્મદેશનાને સાક્ષાત્ સાંભળતા હોઈએ તેવા આ પ્રવચનોનું પ્રકાશન તેઓશ્રીની મહતકૃપા સાથે, સિહગર્જનાના સ્વામી પૂ.આ.શ્રી વિજય મુક્તિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, સમર્પણમૂર્તિ પૂ.આ.શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા, પ્રશમરસપયોનિધિ પૂજ્ય આચાર્ય શ્રી વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજા, પ્રવચનપ્રભાવક પૂ.આ.શ્રી વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાની અને અમારા માર્ગદર્શક પૂ.આ.શ્રી શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજાની પણ અસીમ કૃપાનું ફળ છે. - સમર્થ સાહિત્યકાર પૂ. આચાર્યદેવશ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘પ્રસ્તાવના’ લખી આપીને અમારા આ કાર્યને ખૂબ જ ગૌરવ બક્ષ્ય છે. પિંડવાડાના વતની હાલ મુંબઈ વસતા શ્રેષ્ઠિવર્ય શ્રી લાલચંદજી છગનલાલજી પરિવારે આ સાહિત્ય પ્રકાશનનો અનેરો લાભ લઈને અમારા ઉલ્લાસમાં અભિવૃદ્ધિ કરી છે. અમે તેઓના ખૂબ ખૂબ ઋણી છીએ. -સ્મૃતિમંદિર પ્રકાશન

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 358