Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે દાન ધર્મ". પ્રશંસા પાત્ર લેખાય છે તેમ જ્ઞાન દર્શન અને ચારિત્રાત્મક ભાવપ્રાણ જે વ્યક્તિગત ( દરેક દરેકને ) સત્તારૂપે વિદ્યમાન છતાં કર્મનાં ઘાટા આવરણથી અવરાઈ ગયેલાં દેખાય છે તે નિજનિજ ભાવપ્રાણેનું સારી રીતે ભાન થાય, તેની દ્રઢ પ્રતીતિ થાય અને દટાયલા રત્ન નિધાનની જેવા તે ભાવપ્રાણને પ્રગટ કરવા પ્રબળ પુરૂષાર્થ પ્રેરાય એવા અમૃતમય ઉપદેશવડે નિર્મળ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર ઘમની પ્રાપ્તિ કરાવાય તે ભાવે અભયદાન ખરેખર પ્રશંસાપાત્ર છે. ૨. મ્યગ જ્ઞાન દર્શન અને ચારિત્ર ધર્મને સારી રીતે પ્રમાદ રહિત સેવનારા સાધુજનો સુપાત્ર લેખાય છે. તેમને સંયમ નિવાહ અર્થેજ નિર્દોષ આહાર પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ ભેષજ અને નિવાસસ્થાન પ્રમુખ વસ્તુ ભકિતભાવથી ઉલ્લસિત પરિણામે નિઃસ્વાર્થપણે આપવાં તેમ જ્ઞાનાદિકના સાધન પૂરા પાડી આપવાં તે સુપાત્રદાન ખરેખર પ્રશંસાપાત્ર છે. ૩. એ ઉપરાંત કોઈ દીન દુઃખી, અનાથ, અપંગ, અંધ, લૂલા પ્રાણુઓ કે જેઓ સ્વતઃ સ્વઆજીવિકા ચલાવવા અસમર્થ હોય તેમને દયાભાવથી ચેચે સહાય આપી રક્ષવા તન, મન, ધનથી બનતી કોશીશ કરવી તે દ્રવ્ય અનુકંપાને પણ ક્યાંય નિષેધ કરેલો નથી. બાકી શરીરે રૂછપુષ્ટ છતાં હિંસાદિક અધર્મ આચરનારને નકામા પિોષવા એ અસતીપિષણરૂપ દેષ લેખાય છે. અને પરહિતબુદ્ધિથી એગ્ય જેને પવિત્ર ધર્મમાં જોડી જે ઉચિત સહાય અપાય તે ભાવ અનુકંપા લેખાય છે. પરમાર્થ બુદ્ધિથીજ કરેલી દ્રવ્ય ભાવ અનુકંપા ઉત્તમ લાભ ભર્ણ થાય છે એ સ્પષ્ટ વાત છે. ૪. પિતાના સદાતા સ્વજનાદિકને ચગ્ય સહાયવડે ઉદ્વરવા તે હરિતદાન કહેવાય છે. ઉચિત દાનવડે યશવાદ પમાય છે અને જે પરમાર્થ દષ્ટિથી ઊંચત દાન દેવામાં આવે છે તો તેથી અગણિત લાભ પમાય છે. પરંતુ જે જરૂરી પ્રસંગે પણ ઉચિતતા સાચવવાનો અનાદર કરાય છે તો તેથી લોકાપવાદ પ્રમુખ વિશ્ન ઉભ થવા પામે છે, તેથી તેની વ્યવહારાદિ પ્રસંગે ઉપેક્ષા કરવી ઘટતી નથી. તે પ્રસંગે ઉંચા ઉદેશ રાખવાથી અધિક હિત થઈ શકે છે. પ. સ્વયશોગાન કરનારા ભાટ ચારણાદિને યશ કીર્તિની ખાતર આપવું તે કીર્તિદાન કહેવાય છે; પરંતુ જે તેમને પણ પવિત્ર દેવ ગુરૂ ધર્મના ગુણગાન કરાવવાને હેતુથી શાસનની ઉન્નતિને માટેજ અપાય તો તેથી બહુ સારો લાભ બાંધી શકાય છે. સામાન્ય રીતે દાનાદિ પ્રસંગે પાત્રાપાત્રને વિવેક રાખવો જરૂરનો છે. જુઓ ! ગાયને અસાર તૃણખલાં નીરવામાં આવે છે તે પણ તે બદલામાં અમૃત જેવું મીઠું દૂધ આપે છે અને સર્પને અમૃત જેવું મીઠું દૂધ પાવામાં આવે છે તે ઉલટે ડંશ દઈને મારે છે. દાન પ્રસંગે જે ચિત્ત, વિત્ત અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36