________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહિંસા પામે ધર્મ.
૩૨૩
દીઠા નહિ. તે ફક્ત એમના એમ તે વસ્તુને હાથ અડાડયા વગર બેઠા હતા, તેથી કદાચ આ સાધુ એ નહીં દેખાતા હોય તેમ ધારી તે ગૃહશે તેમને કહ્યું, “ મહારાજ, જ. બધું પીરસાઈ ગયું છે, અને સર્વ સાધુઓ જમવા મંડી ગયા છે, તેનો અવાજ પણ શું તમારે કાને નથી આવતે, માટે જલદી શરૂ કરો.” તોપણ ગુરૂનાનકે જમવાનો આદર કર્યો નહિ, ત્યારે તેણે કહ્યું કે “ તમારા નશીબમાંજ ફાટવા લાગે છે, લાડવા તમારા નસીબમાં શેના હાય ?” ગુરૂનાનકે તરતજ પ્રત્યુત્તર આપશે - “બેટા, ખરા પરસેવાથી પેદા કરેલ લમીથી બનાવ વામાં આવેલ રોટલાજ ઉપયોગી અને શરીરને આરોગ્યદાયી છે. છેતરપીંડી-દેગા ફટકાથી ઉપાર્જન કરેલ લફમીથી બનાવવામાં આવેલ લાડવા કોઈપણ કામના નથી, તે તો શરીરને હાનિ કરે છે, અને સાત્વિક ગુણોનો નાશ કરે છે.” ગૃહસ્થ પૂછયું કે “ગા લકમી અનીતિથી ઉપાર્જન કરેલી કેમ કહો છે ?” ત્યારે તે વાતની સાબીતી કરવા ગુરૂનાનકે તે જ્યાં ઉતયાં હતા તે સુતારને ઘેરથી રોટલો મંગાવ્યું. એક હાથમાં તે રોટલા અને બીજા હાથમાં લાડવો રાખીને તેના ઉપર જોરથી મુઠી દાળતાંજ રેટલાવાળી મુડીમાંથી દુધની અને લાડવાવાળી મુઠીમાંથી લોહીની ધાર થઈ. સર્વ જોનારાઓ તો આ અપૂર્વ વૃત્તાંત દેખી આશ્ચર્ય ચકીત થઈ ગયાં. આવી રીતે જેમાંથી લેહી વસે તેવા કઢારા વિગેરેથી, છેતરપીંડીથી, વિશ્વાસુને છેતરવાથી, જૂઠું બોલવાથી જે ધન સંચય કર્યો હોય તેના ઉપયોગથી શરીર શુદ્ધિ સાચવી શકાતી નથી. શરીરથી થતી હિંસા અટકાવવા માટે-તે હિંસાના કાર્યમાં હથિયારરૂપ ન બને તે માટે અથ શુદ્ધિની પહેલી જરૂર છે.
આ પ્રમાણે શરીર શુદ્ધિ અર્થો કેવા કેવા નિયમો સાચવવાના છે તે તપાસ્યા પછી વચનશુદ્ધિ કેવી રીતે કરવી તે માટે વિચાર કરીશું. તે માટે શ્રીમદ્ ભગવદગીતામાં કહ્યું છે કે –
अनुदूगकरं वाक्यं, सत्यं प्रियं हितं च यत् ।
स्वाध्यायाभ्यसनं चैव, कामयं तप उच्यते ।। વચન શુદ્ધિને અર્થે કોઈને પણ ઉગ કરનાર ન હોય તેવું, પ્રિય, અને હિત કરનારૂં તથા સત્ય હોય તેવું વચન બોલવું અને સ્વાધ્યાય તથા અભ્યાસ કરે, તે વાણીને તપ કહેવાય છે. કોઈને પણ ઉઠેગ ઉપજાવે તેવું પણ સત્ય વચવ બેલિવું નહિ. વળી સત્ય વચન બોલતાં કોઈને નુકશાન થાય, કોઈનું અહિત થાય તેવું બોલવું નહિ, અને સત્ય વાકય બેલવાં. બોલતી વખતે આ ત્રણ બાબત બહુ સાચવવાની છે. વચન બહાર નીકળ્યા પછી પાછું પસી શકતું નથી, તેથી વચનોચ્ચારમાં બહુ પરિમિત-નિયમિત થવાનું ધ્યાનમાં રાખવાનું
For Private And Personal Use Only