________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનશાળા શિક્ષણમ. ૮ કિ કપૂરમય સુધારસમય, હિંચંદ્રરચિર્મય૦ ૮ દીનદ્વાર ધુરંધરરત્વદંપરા નાતે મદન્ય: કૃપા ૧૦ વસ્તિ નાથ ભવદંબ્રિસરેરહાણાં ૯. આ શિખવ્યા બાદ દેવસિક તથા રાઈ પ્રતિકમણની વિધિ શિખવવી. ૧૦. તે પછી ૩૫ બેલ અર્થ સાથે શિખવવા. ૧૧. તે પછી પાક્ષિકાદિ પ્રતિકમણની વિધિ શિખવવી.
૧૨. તે પછી જીવવિચાર તથા નવતત્વ ચલાવવા, તેમાં પ્રથમ મૂળ પાઠ ચલાવ્યા બાદ અર્થ શિખવવા.
. ૧૩. વિધિઓની દઢતા તથા સંગીનતા માટે મહીનામાં પાંચ તિથિ પ્રતિકમણ કરાવવું. તે દિવસે વિધિ સંબંધી (કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ ઉભા રહેવું, કેમ વાંદણ દેવાં, કેમ મુહપત્તિ પડિલેહવી, વિગેરે) ઉપયોગી હકી કતો તથા તેના સામાન્ય હેતુઓ સમજાવવા.
૧૪. તે પછી ખાસ કરી બાઈઓમાં તથા કન્યાઓમાં સંસ્કૃત બે બુક ચલાવવી. એ જ્ઞાનથી ભાષાશુદ્ધિ થાય છે, મગજ કેળવાય છે, પ્રકરણ શિખવા સહેલા પડે છે, વ્યાખ્યાન તથા ભાષણ સમજવું સુગમ પડે છે, અને પુસ્તકો તથા લેખે વાંચવામાં સરળતા પ્રાપ્ત થાય છે. એ આદિ બહુ લાભ થાય છે.
૧૫. સંસ્કૃત અભ્યાસ ન કરી શકે તેવાઓને દંડક તથા કર્મગ્રંથાદિ પ્રકરણે ચલાવવા. (પ્રથમ મૂળ-પછી અર્થે.)
૧૬. પ્રકરણે સરળ સ્પષ્ટીકરણ સાથે ચલાવવાં. તેનું ગાથાનું પ્રમાણ અ૫ રાખવું પણ તેના ઉપર વિરેચન વિશેષ શિખવવું. સ્પષ્ટીકરણ નેટ બંધાવી તેમાં ઉતરાવવાં અને એ પ્રમાણે રદ કરાવવા તરફ લક્ષ્ય આપવું. કેટલું (Quantity) શિખ્યા તરફ લક્ષ્ય આપવા કરતાં કેવું ( Quality ) શિખ્યા એ તરફ ખાસ ધ્યાન આપવું.
૧૭. પ્રતિકમણ કે પ્રકરણના અર્થે તથા સંસ્કૃત શિક્ષણ આપતી વખતે વિદ્યાથીઓની વય, ગ્રહણશક્તિ, સ્મરણશક્તિ અને વ્યવહારિક જ્ઞાન વિગેરે શિક્ષકોએ ખાસ કરી તપાસવાં અને તે અનુસાર તેઓને તેમાં પ્રવેશ કરાવવા અને શિક્ષણ આપવું.
૧૮. મૂળપાડ, અર્થ તથા વિધિ વિગેરે શિખવા માટે શિખનારાઓ આકષય તદર્થે ઈનામના નિયમો ગોઠવવા.
૧૯, અભ્યાસીઓ ઉપર વ્યાવહારિક શિક્ષણને બજે, તેઓની હાજરીની અનિયમિતતા, તથા તેઓની શાળામાં સ્થિતિ–એ આદિ આબતે વિચારતાં તેઓને એક દિવસમાં એક જ વિષય ચલાવવો એ સલાહકારક જણાય છે.
૨૦. પુનરાવર્તન અર્થે વિદ્યાર્થીઓને નિરંતર અમુક અમુક સૂત્ર અથવા તેઓને અર્થ કે પ્રફરના અર્થની અમુક અમુક ગાથાઓ તૈયાર કરી લાવવા
For Private And Personal Use Only