________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મની કેટલીક શાસ્ત્રોક્ત પ્રવૃત્તિઓ. વર્ષ પછીની અવસ્થા તે વૃદ્ધાવસ્થા ગણાય છે. દિવસનું કામ સેવન શરીરને અત્યંત હાનિકારક છે, તેથી તે શરીર સુખાકારી માટે પણ વજ્યજ છે અને પરસ્ત્રીસેવન તો અનેક પ્રકારે હાનિકારક છે તેથી તે તો સર્વથા વજ્યજ છે.
આ અને બીજા પણ કેટલાક ખાસ પાળવા ગ્ય નિયમે કહેલા છે તે સર્વનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યે નથી. તે નિયમોથી શરીરને જે જે લાભ છે અને તે નિયમ ન પાળવાથી જે જે નુકશાન છે તેનું પૂરતું સ્પષ્ટીકરણ તો ડાટરી ચા દેશી વૈદકમાં તેમજ વસ્તુના પૃથક્કરણાદિકમાં જે કુશળ હોય તેજ કરી શકે તેમ છે. તેવા અભ્યાસની આવા વિષયને માટે ખાસ આવશ્યકતા છે. તેજ એના પર પૂરતું અજવાળું પાડી શકે તેમ છે.
હાલના વિજ્ઞાનીઓ અને તંદુરસ્તીની વૃદ્ધિના સંબંધમાં વિચાર કરનારાઓ જ્યારે અનેક પ્રકારનાં જંતુઓ જે કે શરીરને હાનિકર્તા છે તેને વિનાશ કરવા માટે તેને શોધી કાઢવામાં પ્રયત્નવાનું છે અને તેના વિનાશના અનેક સાધનો જે છે ત્યારે જૈન શાસ્ત્રકારોએ એની ઉત્પત્તિજ ન થાય એ માર્ગ સ્વીકાર્યો છે અને પાણી પહેલાં પાળ બાંધવાની જેવા નિયમે કરેલા છે. જેઓ પ્રમાદને અથવા ઇંદ્રીઓને વશ થઈને તે તે નિયમ પાળતા નથી તેઓ શારીરિક હાનિ પ્રાપ્ત કરે છે અને પછી જંતુવિનાશના પ્રયત્નમાં પડે છે. આ માર્ગ જેનીઓને માટે સ્વીકરણીય નથી.
ઉપર જે જે નિયમો લખવામાં આવ્યા છે તે દરેક શ્રાવક ભાઈઓએ પાળવાના છે. તેની અંદર હેતુ માત્ર શારીરિક લાભને લગતાજ લખેલા છે, પરંતુ તેટલાં ઉપરથી તેજ હેતુ એ નિયમ પાળવાના છે એમ સમજવાનું નથી. તે નિયમો પાળવાથી પરમાત્માની આજ્ઞાનું આરાધન થાય છે, જીવદયા અનેક સસ્થાવરાદિ છવાની પળે છે, આત્માની મલિનતા થતી નથી અને રસેંદ્રિયની આસક્તિ ઓછી થાય છે ઇત્યાદિ બીજા પણ અનેક લાભ છે. આ બધા નિયમ શ્રાદ્ધવિધિ વિગેરે શ્રાવકના આચારને સૂચવનારા ગ્રંથાદિને આધારે લખેલા છે, સ્વત: નીપજાવી કાઢેલા નથી. માત્ર લેખની ઢબ શારીરિક લાભને સૂચવવા માટે તે રૂપમાં વાપરેલી છે. આ સિવાય પણ બીજા ઘણા નિયમો શ્રાવક ભાઈઓએ પાળવાના છે તે પ્રસંગોપાત પ્રદર્શિત કરશે. હાલ તરતમાં આટલા નિયમ પાળવા તરફ પણ જે વલણ થશે અને પાળવામાં આવશે તો તેટલાથી પણ ઘણે લાભ પ્રાપ્ત થશે.
For Private And Personal Use Only