________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મની કેટલીક શાક્ત પ્રવૃત્તિઓ ન હોય ત્યાં દિશાએ જવું. આ નિયમથી વસ્તીની અંદર દુર્ગધી ફેલાતી નથી. અને બીજે પણ તજન્ય રોગાદિ ઉપદ્રવ થતો નથી.
છે “દિશાએ ગયેલા અથવા બીજી રીતે અપવિત્ર થયેલા વા તરતજ બદલી નાખવા, તેવાં વન્ને હિત પુસ્તક વાંચવું નહીં, એટલું જ નહીં પણ તેને સ્પર્શ પણ કરવા નહીં.” આ નિયમથી અશુચિને પુછે કે વ્યાધિકારક જંતુઓ વસ્ત્રમાં ભરાઈ રહેલા હોય તેની માઠી અસર શરીરને થઈ શકતી નથી.
૮. “સાધુએ તો નિરંતર અને શ્રાવકે બનતા સુધી ઉકાળેલું પાણી પીવું.” આ નિયમથી જળની અંદર રહેલી અનેક પ્રકારની માઠી અસર શરીરને હાનિ કરતી નથી, દેશપ્રદેશનું પાણી નુકશાન કરતું નથી લાગતું નથી) અને તંદુરસ્તીમાં સુધારો થાય છે.
૯. “જમવાને ઠેકાણે, પાણી રાખવાને ઠેકાણે, અનાજ રાખવાને–દળવાને– ખાંડવાને ઠેકાણે ઇત્યાદિ સ્થાનકે ચંદુઆ જરૂર બાંધવા.” આ નિયમથી તે તે સ્થાન ઉપરના ભાગમાંથી અથવા છાપરામાંથી રજ કચરો અને ઝીણું જીવજતુઓ તેમજ ઝેરી જીવજંતુની ગરલ વિગેરે ખાવાના પદાર્થોમાં પડતાં નથી. અને શારીરિક તંદુરસ્તીને તેમજ પ્રાણને હાનિકારક કારણને અંટકાવ થાય છે.
' ૧૦ ‘અભક્ષ્ય-નહીં ભક્ષણ કરવા લાયક પદાથે–ફળફળાદિને ત્યાગ કરો. તેમાં મુખ્યતાએ વડના, પીપરના, અને ઉંબરા વિગેરેના ફળો ખાવાજ નહીં.” આનાથી આવી. વસ્તુઓની અંદર જે અનેક ઝીણા ઉડતા જતુઓ ભેરેલા હોય છે, તેવા જંતુઓ રાકમાં આવવાથી તંદુરસ્તી બગડે છે, એ ડાકટરી તેમજ દેશી વૈદ્યકીય બંનેને સિદ્ધાંત છે, તેવા જંતુઓનો ભય નાશ પામે છે.
૧૧. “માંસ ભક્ષણ કદાપિ કરવું નહીં.” એની અંદર નિરંતર અનેક જીવનું ઉપજવું વધું થયા કરે છે. એમ શાસ્ત્રકારો કહે છે. તે સાથે એ પદાર્થ કુરતાથી વાસિત છે. તેની ઉત્પત્તિ કરતાવરેજ થાય છે, ખાનારની વૃત્તિ કર--નિર્દય રહે છે અને એવી વૃત્તિ રૂધિરને તપાવનાર તેમજ તંદુરસ્તીને બગાડનાર છે.
૧૨, “મદિરાપાન કદાપિ કરવું નહીં.’ મદિરાપાન કરવાથી મનુષ્ય ઉન્મત્ત બની જાય છે, કૃત્યાકૃત્ય ભૂલી જાય છે, ન કરવાનું કાર્ય કરી બેસે છે.
એવા અનેક દષ્ટાંતો મોજુદ છે. વળી દારૂ તંદુરસ્તીને નાશ કરે છે એ પણ સિદ્ધ થયેલ છે.
૧૩. મધ, માખણ ખાવાં નહીં.' એ પણ અનેક ત્રસ જીવવાળાં હોય છે. માત્ર એ છે બહુ સૂક્ષ્મ હોવાથી આપણે તેને દેખી શકતા નથી, અને કઈ પણ પદાર્થ જીવ વ્યાપ્ત હોય તે ખાવાથી તંદુરસ્તીને નુકશાનજ કરે છે એ સિદ્ધ હકીક્ત છે.
For Private And Personal Use Only