________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મની કેટલીક શાસ્ત્રોકત પ્રવૃત્તિઓ. છે. મનને પરાધીન બનાવે છે, મોહને ઉત્પન્ન કરે છે, પ્રમાણમાં વધી જાય છે તે પ્રાણહાનિ પણ કરે છે. લાભ કઈ જતો નથી. વળી તેવી ઝેરી ચીજોને સંગ્રહ પણ હાનિકારક છે.
૨૧. કાચી માટી–ભૂતડા વિગેરે ખાવાં નહીં.” આ પદાર્થો શરીરને બજ નુકશાન કરે છે, પેટને કલાવી દેય છે અનેક જાતિના રોગ ઉત્પન્ન કરે છે, પીળા પચકેલ બનાવી દેય છે, તંદુરસ્તીને નાશ કરે છે, તથા અગ્નિને બુઆવી નાખે છે તેથી તે ત્યાજ્ય જ છે.
૨૨. ‘બરફ કે કરી ખાવા નહીં. આ પદાર્થ શરીરમાંના બળની હાનિ કરે છે અને શરદી ઉત્પન્ન કરે છે, અગ્નિ મંદ કરે છે તેથી તે અપેક્ષાએ પણ તે ત્યાજ્ય છે.
૨૩. “બહુ બીજવાળાં ફળ ખાવા નહીં.” જે ફળાદિમાં સંખ્યાબંધ માત્ર બીજજ લોરેલા હોય છે તેવા પદાર્થ શરીરને હાનિ કરે છે. તેનાથી કેટલાક રોગ ઉત્પન્ન થાય છે તેથી તેવા પદાર્થો ન ખાવાનો નિયમ હિતકર છે.
૨૪. “તુચ્છ ફળ કે જેની અંદર ખાવું થોડું અને ફેંકી દેવું વધારે પડે તે ખાવાં નહીં.’ આ નિયમ શરીરને પણ હિતકર એટલા માટે છે કે એવા પદાર્થો વધારે ખાનારના શરીરમાં અમુક અમુક પ્રકારની રોગોત્પત્તિ થાય છે. આર્થિક દૃષ્ટિએ પણ એવા પદાર્થો ત્યાજ્ય છે.
૨૫. “અજાણ્ય ફળ કે કોઈપણ અજાણી વસ્તુ ખાવી નહીં.” આ નિયમથી અનેક લાભ થાય છે. કેટલીક વખત તેથી પ્રાણ પણ બચી જાય છે. નામ વિગેરે નહીં જાણ્યા છતાં એવાં ફળ વિગેરે ખાનારનાં પ્રાણ ગયાના દૃષ્ટાંતો માજુદ છે. વળી કેટલાક પદાથે વ્યાધિ ઉત્પન્ન કરનારા હોય છે તે પણ અજાથતાં ખવાઈ જાય છે, તેથી જે પદાર્થ બીજાને જાણીતું હોય, જેના ગુણ દોષ જાણવામાં આવેલા હાય, અને જે ખાનપાનમાં વપરાતું હોય તે પદાર્થ જ ખાવો, પણ રૂપ રસ કે ગંધથી મેહ પામીને અજાણ્ય પદાર્થ ખાવા નહીં.
૨૬. મીઠાઈ-પકવાન ચોમાસામાં ૧પ દિવસ, ઉનાળામાં ૨૦ દિવસ ને શિયાળામાં ૩૦ દિવસ પછી ખાવું નહીં.’ આ નિયમ શરીર માટે ખાસ હિત કરે છે. કારણ કે ત્યાર પછી તેની અંદરનો રસ અવશ્ય બદલાઈ જાય છે, બંધ ફરે છે, કુગી વળે છે, ઉત્પત્તિ થાય છે, તેથી તેવી મીઠાઈ ખાવાથી અવશ્ય તંદુરસ્તી બગડે છે.
૨૭. “આર્દ્ર નક્ષત્ર બેઠા પછી કેરી ખાવી નહીં.’ આ નિયમ ક્યાં ચત્ર માસથી કેરી આવે છે તેને અનુસરતો છે. જ્યાં શ્રાવણ માસમાં જ કેરી આવે છે તેને માટે નથી. આપણા દેશમાં ( કાઠીઆવાડ-ગુજરાતમાં ) તેની નું , ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ એ ચાર માસ છે. તેને માટે આદ્રા નક્ષત્ર પછી ન ખાવાને નિયા જરૂર છે. આ દેશમાં આદ્રા નક્ષત્રમાં ઘણી વખત
For Private And Personal Use Only