Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સબોધ વચનમાળા. w૯ પ્રકારની ઈચ્છા, ક્રોધ, લોભ, સ્વાદ, શૃંગાર, નારંગ, આલસ્ય તથા અતિનિંદ્રા એ આઠનો ત્યાગ કરવો. ૧૩. સ્ત્રી, રત્ન, વિદ્યા, ધર્મ, પવિત્રતા, સુંદર વચન તથા અનેક પ્રકારની કળા એટલાં વાનાં સર્વ પાસેથી ગ્રહણ કરવાં. ૧૪. સત્યવચન અરૂદીનતા, પરસ્ત્રી માત સમાન; ઇનકું વૈકુંઠ ના મીલે, તુલસીદાસ જમાન. ૧૫. મનુષ્યની શ્રેષ્ઠ દોલત ભલી સ્ત્રી અને તન્દુરસ્તી છે. ૧૬. જહાં દયા તહાં ધર્મ છે, જહાં લોભ તહાં પાપ; જહાં ક્રોધ તહાં કાળ હે, જહાં ક્ષમા તહાં આપ. ૧૭. વિદ્વાન ઘરને ઘર નથી કહેતા પણ ગૃહીણીને ઘર કહે છે. ઘર સુંદર હોવા છતાં પણ સુજ્ઞ સ્ત્રી વિનાનું હોય છે તો તે અરણ્ય સરખું થઈ પડે છે. ૧૮. એક ભલી મા સે શિક્ષકની બરાબર છે. ૧૯. જે કેળવણીથી મન મારતાં શિખાય તેજ કેળવણ. ૨૦. ફામાથી ક્રોધનો પરાજય કરે, સજ્જનતાથી દુર્જનતાને પરાજય કરે, દાનથી કૃપણતાને પરાજ્ય કરે, અને સત્યથી અસત્યને પરાજ્ય કરો. ૨૧. ગમે તેમ દુટો, બુરી જાળ નાંખે; ભલા રામ રાખે, તહીં કોણ ચાખે. ૨૨. માતા તથા પિતાને સાક્ષાત્ દેવતા માની સદાય સર્વ પ્રકારના પ્રયત્નોથી બાળકોએ તેમની સેવા કરવી. ૨૩. દયા ક્ષમા ઉપકાર ને, સમતા સો ન કય; જે જન તે ધારણ કરે, અવિચળ સુખી તે હોય. ૨૪. આનંદ, વિનોદી સ્વભાવ અને મનની શાંતિ એ તંદુરસ્તીનાં પ્રબળ સાધનો છે. રપ. ગરજીને અક્કલ નહિ, અથીને નહિ દોષ, નિર્લજને લજજ નહિ, લોભીને સંતોષ. ૨૬. અસંતોષ એ દુનિયાનાં મોટામાં મોટું દુ:ખનું કારણ છે. ર૭. અતિથિ આવે આંગણે, ઘટતું દેવું માન; યથાશક્તિ સત્કારવું, એ છે ઉમદા જ્ઞાન. ૨૮. વિદ્યા–એ તરૂણ અવસ્થામાં પિોષણ, વૃદ્ધાવસ્થામાં મોજ, સંપત્તિમાં શણ ગાર તથા વિપત્તિમાં દિલાસ છે. ૨૯. દેશની ઉન્નતિ કરવી હોય તો તે માટેનો રસ્તો સ્ત્રીકેળવણી જ છે. છેક રાની કેળવણીથી એક જણ કેળવાય છે, પણ પુત્રીઓની કેળવાથી તેનું ભવિષ્યનું કુટુંબ કેળવાય છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36