________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહ
જેનષમ પ્રકાશ.
श्री जिनाज्ञाराधनोपरि. श्री कुमारपाल भूपाल प्रबंध.
હે ભવ્ય ! તમે શ્રી જિનેશ્વરની આજ્ઞા માને, અંગીકાર કરો, તેના વચ નેનું પ્રતિપાલન કરો. તમારે કરેલે સર્વ પ્રકારનો ધર્મ જિનાજ્ઞા સંયુક્ત હશે તે જ પ્રમાણ થશે. શ્રી જિનપ્રભસૂરિએ કહ્યું છે કે “ નય ગમ અને ભંગવડે પ્રધાન એવી જિનાજ્ઞા આરાધી સતી મોક્ષને આપે છે અને વિરોધી સતી ભવ (સંસાર) ને આપે છે–ભવ વૃદ્ધિ કરે છે. એવી જિનાજ્ઞા ચિરકાળ જ્યવંતી વતાં. આણુવડેજ ચારિત્ર સમજવું. આજ્ઞાને ભંગ કરનારે શું ભંગ ન
? આણુને અતિકમ કરનારે બીજું કાંઈ પણ સુકૃત કર્યું છે એમ ન જાણવું. આજ્ઞાએજ તપ, આજ્ઞાએજ સંયમ, આજ્ઞાએજ દાન-આજ્ઞા વિનાની ધર્મકરણી તે સર્વ પરાળના પુળાની જેવી નિઃસાર છે. તે માટે શ્રીકુમારપાળ ભૂપાળની જેમ જિનાજ્ઞાને અંગીકાર કરે. શ્રી હેમચંદ્રસૂરિના પ્રતિબોધેલા અને ગુરૂમહારાજે આપેલા પરમહંત અને રાજર્ષિ વિગેરે ઘણા બિરૂદને ધારણ કરનારા કુમારપાળ રાજાએ શ્રીજિનાજ્ઞાનું સમ્યક્ પ્રકારે આરાધન કયું છે તેનું ઉદાહરણ નીચે પ્રમાણે | સ્વસ્તિપદ (કલ્યાણુનું સ્થાન) નામને તથા ગુજરત્ર એ નામે કહેવા ધન ધાન્યથી સમૃદ્ધ દેશ આ પૃથ્વી પર પ્રસિદ્ધ છે. તે દેશમાં સુધર્મા દેવલેકના સંબધે કરીને સુશોભિત, દેના સમૂહથી અલંકૃત, સ્વર્ગની જેમ સદ્ધર્મના સંબંધે કરીને લક્ષમીવંત, જને તથા દેવો (દેવાલ)ના સમૂહથી અલંકૃત એવું શ્રી અણહિલ્લ નામનું પાટણ શેભે છે. તે પાટણમાં કુમારપાળ નામે રાજા પૃથ્વીનું પાલન કરતા હતા. તે રાજા શ્રોજિનેશ્વરની આજ્ઞારૂપી મુગટે કરીને મરતકના અલંકારથી સુશોભીત હતા. જાણે પરસ્પર સ્પર્ધા કરતા હોય એમ જિનધર્મ અને તે ભૂપતિ (કુમારપાળ)નું આ જગતમાં એકછત્રવાળું સામ્રાજ આ કલિયુગને વિષે પણ હતું. શ્રીવીતરાગની આજ્ઞારૂપી મુગટે કરીને જેનું મસ્તક અલંકૃત છે એવા તે રાજાએ બહોતેર સામંતર જાઓને પિતાની આજ્ઞા ગ્રહણ કરાવી હતી. તે રાજાએ કર્ણાટ, ગુજરાત, લાટ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, માલવ કચ્છ, ભય, સિંધવ, સપાદલક્ષ, દીવ, કાશીત, કોંકણું, કેર અને જાલંધર વિગેરે અઢાર દેશમાં પિતાની કીર્તિના પડહની જેમ અમારી પડહને પ્રગટ રીતે વશ ડાવ્યો હતે. તથા બીજી ચઢ દેશમાં તે કુમારપાળ રાજાએ દ્રવ્યે કરીને અને બળે કરીને જીવરક્ષા પ્રવર્તાવી હતી. તે રાજા રાજ્યનું પાલન કરતો હતો ત્યારે
For Private And Personal Use Only