________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૮
જૈનધર્મ પ્રકાન્ન.
-અંતર્ગત દંભત્યાગ (પુ. ૨૫ મું. પૃ. ૩૨૭-૩૬૮) ૪ પાપ ભીરુતા (પુ. ૨૪ મું. પૃ. ૧૭૭) પ સત્ય ( પુ. ૨૬ મું. પૃ. ૨૧૦-૨૫૦-૨૮૩ ) ૬ સાધુપદ અનુસરણ (પુ. ર૭ મું. પૃ. ૫૮–૧૧૪-૧૮૦ ) ૭ સત્સંગ (પુ. ૨૮ મું. પૃ. ૮૫ અને પુ. ૩૦ પૃ. ૩૦૧-૩૮૨ ) ૮ માન્ય મહાત્માઓનું યોગ્ય સન્માન. (પુ. ૩૦ મું. પૃ. ૫)
આ આઠે સૌજન્યના વિષયોને અંગે પ્રાણીની ઉલ્કાન્તિ આદિ અનેક વિષયો વિચારી ગયા. હવે ઍજન્યના બાકી ચાર વિષયે રહે છે તે પર ચાલુ વિચાર કરી સજન્ય વિષયમાળા પૂર્ણ કરી નાખવામાં આવશે. એ ચાર બાકીના વિષય ઘણું અગત્યના છે તે તેને નામનિર્દેશથીજ જણાશે. એ ચારે વિષયો પર નીચેના નામે સાથે અનુક્રમે વિચાર કરવામાં આવશે, તે પહેલેથી જણાવી દેવાની જરૂર છે. ૧ શત્રુને અનુનય–આ વિષયમાં દેશનું સ્વરૂપ, એને અને રાગને સંબંધ,
યોગને અંગે દ્રષની વિચારણા, ભૂમિકા શુદ્ધિ કરવા માટે અષની
જરૂર અને વૈર ઉત્પત્તિનાં કારણે પર વિચાર કરવામાં આવશે. ૨ સ્વગુણ પ્રછાદન– ગુણ પ્રાપ્તિ અને ગુણની પ્રગતિમાં રહેલ આંતર
રહસ્ય, તેના પ્રચ્છાદનથી થતું આાસ તેષ અને તેને મદદ કરવાથી થતી મંદ દશા અને પરિણામે થતો અધઃપાત, આત્મિક ઉન્નતિની કેટલીક ચાવીઓ અહીં ખાસ વિચારવા એગ્ય છે એ પર વિવેચન
કરવામાં આવશે. ૩ કીર્તિ પાલન–મેળવેલ આબરૂ જાળવી રાખવા ખાતર સદ્દગુણનો આશ્રય
કરવાની જરૂર, એ બાહ્ય તત્ત્વથી પણ પ્રાણી ઉપર બહુ અસર થાય છે, સમાજનો અંકુશ અને તેમાં રહેલ ઉપગી તત્ત્વ, કીતિ ખાતર કર્મ કરવામાં લાભ નથી પણ તેના પાલન માટે ચેકસ રહેવાથી
અધઃપાત થતો અટકે છે એ વાતમાં રહેલ રહસ્થ વિચારવા ચોગ્ય છે. ૪ દાખીપર દયા–અહીં કરૂણાભાવપર વિચારણા થશે. તેને અંગે મૈત્રી
પ્રમાદ અને મુદિતા ભાવનાનો સંબંધ પણ આડકતરી રીતે વિચારાશે. અહિંસાના ભેદ અને સ્વરૂપ પર તીર્થકરના “ સવી જીવ કરૂં શાસન રસી એ ભાવદયાપર અને ખરી દયા કઈ છે તે પર ખાસ વિચારણા
દાન્તપૂર્વક કરવામાં આવશે. આવી રીતે ચાર અગત્યના વિષયો પર વિચારણા કરી સોજન્યના વિષયને પૂર્ણ કરવામાં આવશે. આ બાકીના ચારે વિષયે બહુ અગત્યના છે એ તે તેઓના નામ
For Private And Personal Use Only