________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુને અનુનયે. બીજા હરકોઈ પ્રકારના સંબધ કરવામાં મુખ લાગતું હતું તે સર્વ ખોટું હતું, અવિચારનું પરિણામ હતું અને વસ્તસ્વરૂપનું જ્ઞાનસૂચક હતું. જે વસ્તુ અથવા પ્રાણીસંબંધ દીર્ઘ કાળ અથવા નિરંતર ટકી શકે નહિ તેનાથી છેવટે સુખ થાય જ નહિ, થોડા વખત સુખ થાય છે એમ લાગે તે પણ સ્થળ હોય છે અને જ્યારે તેને વિયેગ થાય ત્યારે એટલું દુઃખ થાય છે કે તે બધા માની લીધેલાં છેડા કાળના સુખને ભૂલાવી દે છે. આવી પિતાની સ્થિતિ સમજીને તે પરભાવ રમણતામાં સુખ નથી એમ સમજી, સ્વમાંથી સુખ શોધે છે અને તેને પ્રાપ્ત કરવા–પ્રગટ કરવા પ્રયત્ન કરે છે.
ત્યારે રાગને અંગે અહીં આપણને સ્થળ સુખ અને આત્મીય સુખ એમ બે પ્રકારના સુખ પર વિચાર કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. માયા મમતાની પ્રેરણાથી આ પ્રાણું પોતાની ટુંકી પુંજી પર એટલે મસ્ત રહે છે કે જાણે તેટલી પુંજી પર મરી ફાટી જાય છે, દશ વીશ હજાર રૂપીઆ પ્રાપ્ત થયેલા હોય તો તેને કેવી રીતે જાળવી રાખવા તેની અહેનિશ ચિતવના કર્યા કરે છે અને દર વરસ એક હજાર રૂપીઆ પેદા કર્તા હોય અને એક વરસ પાંચશે પેદા કરે તે કેટલી મોટી નુકશાની થઈ હોય એમ રાગને અંગે વાતો કરે છે ને મનમાં સમજે છે. અને તૃણને લઈને એ પૈસા વાપરવા મન થતું નથી, વધારવાના વિચારો રહ્યા કરે છે અને વાત એટલી હદ સુધી વધે છે કે જેટલે રાગ એક રાજાને પિતાના રાજય ઉપર કે ભંડાર ઉપર હોય છે તેટલો જ રાગ એક ભિક્ષુકને પિતાના બે ચાર ભીખ માગવાનાં પાત્ર અને ફાટેલાં ગુટેલાં કપડાં ઉપર હોય છે. રાજા અને ભિખારીના રાગની તુલના કરવી એ વાંચનારને જરા અતિશક્તિ ભરેલું લાગશે પરંતુ એમાં જરા પણું અતિશયોક્તિ નથી. જરા બારીક અવલેકન કરવાની ટેવ પાડવાથી જણાશે કે વિશેષ સમૃદ્ધિવાળા કરતાં પણ અ૬૫ પુછવાળાને પોતાની ટુંકી પુંજી પર સાધારણ રીતે વિશેષ રાગાંધતા હોય છે. આવી જ રીતે પર પ્રાણી ઉપરના રાગને અંગે આ જીવ અનેક પ્રકારે હેરાન થાય છે, તેના સુખ ખાતર પિતે દરેક પ્રકારના પ્રયાસ કરે છે, તેની તુચ્છ ઇચ્છાઓ પૂર્ણ કરવા અનેક પ્રકારનાં વલખાં મારે છે અને તેને જરા વિગ થતાં પિતાની જાતને દુઃખી થઈ ગયેલી સમજે છે. પરપ્રાણીના સંબંધમાં અનેક પ્રકારની ઈચ્છાઓ અને વાર્થ હોય છે. પિતા તરફ ઉપકાર, પ્રેમ અને વાસે મળવાની આશા, સ્ત્રી તરફ વિષય, પ્રેમ અને સગવડ મેળવવાની ઈચ્છા, પુત્ર તરફ વાત્સલ્ય, રાગ અને વૃદ્ધપણામાં સગવડ મળવાની ગણતરી, મિત્ર પાસે વાતચીત કરવાને આનંદ, ગ્રાહક પાસેથી લાભ મળવાની ગણતરી, અને એવી અનેક પ્રકારની છા, તાર્યો અને ગણતરીને પગે જીવ પરમાણુ સાથે સંબંધ ફરવા ઈચછે
For Private And Personal Use Only