________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ પ્રકાર.
નાશ થતો દે—જાણી-વિચારી દુઃખ માનતા હતા. આવી રીતે સુખદુઃખના ખોટા ખ્યાલને પરિણામે આખી બાજી ઉધી માંડીને શરૂ કરેલો સંસાર તેને અનેક પ્રકારનાં દુઃખનું કારણ થતું હતું. એની દમિયાંદા અત્યાર સુધી એટલી સંકુચિત હતી કે વિશિષ્ટ સુખ પાતામાં ભરેલું છે એ તે સમજી શકતા ન હૈવાથી તે ભવાટવીમાં ભ્રમણ કયો કરતો હતો, અને તેના મુખને પાયે ખોટો હેવાથી તે કદિ વારતવિક સુખપ્રાપ્તિ કરી શકતો નહોતો. એમાં એને માયા, અને મમતા બહુ મદદ કરતા હતા અને તેની ભૂલે ચાલુ રાખતા હતા. તેઓ. આમાથી પરવસ્તુઓને તેની પોતાની મનાવતા હતા, તેની પ્રાપ્તિમાં તેને સુખી જણાવતા હતા અને તેથી વધારે સુખ શું છે તેને આ ચેતનને ખ્યાલ ન હોવાથી તેઓના (મમતા માયાના ) બતાવેલાં સુખપર આ પ્રાણીને મક્કમ રાખતા હતા. આવી રીતે પ્રાણીને બે સમજાવનાર માયા મમતાનાં કારણભૂત મેહનીય કાં હતાં કે જે પ્રાણીને “અહં અને મમ” એટલે હું અને મારૂં ને બેટે મંત્ર સમજાવી અધ રાખતા હતા અને એની અંધતા એટલી બધી વધી ગઈ હતી કે એને સત્ય સમજાવનાર કોઈ મહાત્માનો પ્રસંગ મળે તે પણ તેની વાત તેના મગજમાં ઉતરવા ન દેતાં તેને પોતાની તરફ ખેંચી જતા હતા. આવી રીતે મમતા માયા પ્રાણોને સુખદુઃખના ખોટા ખ્યાલમાં રાખી તેના દુઃખરાશિમાં મોટે વધારો કરતા હતા અને તેને સંસાર સાથે એ આસક્ત રાખતા હતા કે તેને બરાબર ખ્યાલ આપવા માટે સિદ્વર્ષિ ગણિની કલમજ પૂરતી ગણી, શકાય. ઇનિા વિષયો અને કપાય જે મમતાના આવિર્ભા છે તે આ પ્રાણી ઉપર કેટલી અસર કરે છે તેનો ખ્યાલ આપવા માટે તે સમર્થ વિદ્વાને ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં અતિ ઉત્તમ લેખ લખ્યું છે અને તે વાંચવાની ખાસ ભલામણ કરી આપો તેના પરિણામ તરીકે એટલી વાત ધ્યાનમાં લઈએ કે એના પ્રસંગથી આ પ્રાણી સંસારના પેટા ખ્યાલમાં, વસ્તુ સ્વરૂપના જ્ઞાનના અભાવે બેટા, સુખની પાછળ એવા મંડયા રહે છે કે તે સીધા માર્ગ પર આવી શકતા નથી. આવી સંસાર રિથતિ છે. તેમાં વાસ્તવિક આત્મીય સુખની ગંધ પણ નથી, અને ખરે આનંદ પણ નથી. વસ્તુની પ્રાપ્તિ કરતાં તેના ત્યાગમાં વધારે આનંદ છે, એવો વિચાર આવવાનો પણ ત્યાં પ્રસંગ મળે નહિ ત્યાં પછી વાસ્તવિક આનંદ કયાંથી અને કેવી રીતે મળી શકે તે સહુજ સમજી શકાય તેવી બાબત છે.
પ્રાણીની આવી સ્થિતિ કરાવનાર કર્મ છે. બાંધેલા કર્મને જ્યારે ઉદય થાય છે ત્યારે જેવાં કામ પૂર્વે ક્યાં હોય તેનું તથા પ્રકારનું ફળ પ્રાણીને મળે છે એટલે એમ બને છે કે જેવાં પ્રકારનાં કાર્યો પૂર્વે પોતે ક્યાં હોય છે તેને અનુરૂપ ફળ તેને મળે છે. ઘણી વખત વ્યવહારમાં ઉપર ઉપરથી સારો દેખાવ
For Private And Personal Use Only