________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનમ પ્રકાશ. છે. તેની પ્રાપ્તિમાં સુખ માને છે અને તેનો વિયોગ થતાં અથવા સંબંધમાં વ્યાઘાત આવતાં પિતાને દુઃખ થયું હોય એમ ગણે છે. આવી માન્યતાને પાયેજ ખોટો છે. એ જેને પોતાની વસ્તુઓ માને છે, જે પ્રાણીઓને પિતાના માને છે તે તેનાં પોતાનાં છે કે નહિ અને હોય તો કયાં સુધી તેજ સ્થિતિમાં રહેનાર છે અને સંબંધ પૂરો થયે પિતાને કેવી વિષાદગ્રસ્ત સ્થિતિમાં મૂકી રાલ્યા જનાર છે, એનો જરા વિચાર કરે તો તેને વસ્તુસ્વરૂપ સમજાય, પરંતુ
જ્યાં સુધી તેની ઉપર મમતાનું સામ્રાજ્ય હોય છે ત્યાં સુધી તેની આવી પરિસ્થિતિ કદિ થવાની નથી અને પરિણામે સુખની આશામાં ને આશામાં અનેક પ્રકારનાં વલખાં મારતાં જીવન પૂર્ણ કરવાનું બને છે.
આવી રીતે સુખની શોધમાં અને તેની પ્રાપ્તિની આશામાં અનેક વલખાં મારતાં ત્યારે કેઈ વખત તેને રાત્ય સુખનું સ્વરૂપ સમજાય છે ત્યારે તેને જ
ય છે કે સ્વવશ હોય તે જ સુખ કહેવાય અને તે તો પાસેજ છે. તે મેળવવા માટે તેને અન્ય વસ્તુના સંબંધની જરૂર નથી અને અન્ય પ્રાણી સાથે સંસર્ગ કરવાની આવશ્યકતા નથી. આવા વિચારને પરિણામે તેને આત્મભાવ સમજવા વિચાર થાય છે અને પ્રથમ શરૂઆતમાં તેને તે સુખ ઉપર પ્રથમ જણાવ્યું તેમ પ્રશસ્ય રોગ થાય છે. પછી તે આગળ કેવી રીતે વધે છે તે આપણે અન્યત્ર વિચાર કરશું, હાલ તે પ્રસ્તુત નથી. વક્તવ્ય એટલું જ છે કે માયા મમતાને લીધે રાગ કરીને પ્રાણ પરભાવમાં રમણ કરે છે અને પરવસ્તુ અને પરપ્રાણના સંબંધમાં આવી તેમાં સુખ માને છે તે વાસ્તવિક નથી. આવા પ્રકારની સ્થિતિમાં માનસિક પરિસ્થિતિ જે રહે છે તેને “રાગ” કહેવામાં આવે છે અને તેને ત્યાગ કરવાની ખાસ જરૂર છે. જોકે તેને એકદમ ત્યાગ થઈ શકતો નથી, કમસર થાય છે, પણ તે માટે ચીવટ હોય તો બહુ ફેર પડે છે અને ખાસ કરીને તેની ચીકાશને અંડો બહુ તરતમતા રહે છે.
ઉપર જણાવ્યું તે પ્રમાણે રાગના નાશને જે અરાગ કહીએ તે આત્મીય ગુણ પ્રગટ કરવા માટે, પરવસ્તુનો સંબંધ દૂર કરવા માટે અને પોતાના શુદ્ધ સાધ્ય સ્થિતિ મેળવવા માટે તેવી દશા પ્રાપ્ત કરવાની ખાસ જરૂર છે. વીતરાગના વીતરાગત્વ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે, તેનું કારણ એ છે કે પરભાવ રમણતા આ પ્રાણીને બહુ મુંઝવે છે. દ્રિજળી જેવાં સુખના મોહમાં ફસાઈ જઈ આ પ્રાણી જરાપણ આગળ વધી શકતો નથી અને સુખના ખેટા
ખ્યાલમાં અટવાયા કરે છે. આથી તીર્થકર મહારાજના વીતરાગ પણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. ટૂંકમાં રાગને ત્યાગ થાય છે તે આવી વિશાળ - ટથી તે અરાગ નથી, પણ વિકારજન્ય વિરાગ થાય છે. એટલે સ્વાર્થ ભ્ર.
For Private And Personal Use Only