________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...............
જૈનધર્મ પ્રકાશ. આપણે હમણાજ વિચારશું. તેવા ત્યાગભાવ પૂર્વક રાગના અભાવને બદલે અમુક મનોવિકારને તાબે થઈ ક્રોધથી, અસૂયાથી, માનથી કે સ્વાર્થ સંઘટ્ટથી રાગને ત્યાગ નહિ પણ રાગથી ઉલટો ભાવ થાય તેને ઢષ કહેવામાં આવે છે. આથી આપણે અહીં રાગનો વિષય બરાબર તપાસવા ગ્ય ગણાશે. આ પ્રાણીને પરઉપર પ્રીતિ થયા કરે છે. પાગલિક વસ્તુ મેળવવા માટે, તેને જાળવી રાખવા માટે, તેના સંબંધમાં આવવા માટે અથવા સ્વથી અન્ય પરપ્રાણી પર પ્રેમ કરવા, મેહ કરવા અને તેના સંબંધમાં આવી સુખ મેળવવા મવૃત્તિ થયા કરે છે. તે જયારે પર વસ્તુને પ્રાપ્ત કરે છે અથવા પારકાના સંબંધમાં આવે છે ત્યારે તેને સુખ લાગે છે અને એને સુખને ખ્યાલ ખોટો હોવાથી તે પરમાંથી સુખ પ્રાપ્ત કરવા ઈચ્છા રાખ્યા કરે છે. તેને એમ થાય છે કે પરવસ્તુ મળે તો તેને સુખ થાય, પર પ્રાણી સાથે મળી હસે, બોલે, વિષયાદિ સેવે તો તેને મન આવે. આવા પ્રકારને તેનો વિચાર હોવાથી તે સુખ માટે પરની આશા રાખે છે અને તેને પ્રાપ્ત કરવાના, પસંદ કરવાના અને કાયમ કરવાના વિચારમાં પ્રવૃત્તિ કરે છે. તેને અત્યાર સુધી પ્રસંગ માયા અને મમતાનો થયેલા હોય છે. તે તેને એવું શિક્ષણ આપે છે કે જેમ બને તેમ પરની સાથે રાધ વધારો અને તેને માટે અનેક પ્રકારનાં પ્રયત્ન કરવા. આવા પ્રયત્નમાં તે અનેક વખત પાછો પડે છે, મુંઝાય છે અને હેરાન થાય છે, છતાં તેથી વિશિષ્ટ સુખ શું છે અને કયાં છે તથા તે સુખ પ્રયત્નથી પ્રાપ્તવ્ય છે કે નહિ તેને તેને વિચાર ન હોવાથી પર તરફથી સુખ મેળવવા પ્રયાસ કર્યા કરે છે અને એમાં અનેક પ્રકારે માર ખાય છે. કેઈ સુજ્ઞ પુરૂષની સાથે તેને સંબંધ થાય ત્યારે તેને સમજાય છે કે પરમાંથી પ્રાપ્તિ કરવાનો તેને પ્રયત્ન તદ્દન અયોગ્ય હતો અને તેને લઈને તે જે કાર્ય પરંપરા કરતો હતો તે સર્વ ભૂલ ભરેલી હતી. પછી તેને સમવાય છે કે સુખ જે ખરેખરૂં કઈ સ્થાને હવે તો તે સ્વમાં જ છે, પોતાની પાસે જ છે અને પ્રયત્ન કરવાથી મળી શકે તેવું (પ્રકટ થાય તેવું ) છે. આ સુખને આત્મીય સુખ કહેવામાં આવે છે. એ આત્મીય સુખ ઉપર પ્રથમ જરા રોગ થાય છે ખરો, પણ પર વરતુના રાગમાં અને આ રગમાં–ખાસ કરીને તેની ચીકાશમાં બહ તફાવત હોય છે. આવી રીતે જે રાગ થાય તેને આપણે હાલ પ્રશસ્ય રાગ એવું ઉપનામ આપી ચાલીએ તે એવા પ્રશસ્ય રાગથી તે વસ્તુ સ્વરૂપ સમજે છે, પરનો અને પિતાનો પૃથક સંબંધ વિચારે છે અને તે સંબંધનું સ્થાયીપણું કેટલું અ૫ છે તેનું અવલોકન કરે છે ત્યારે તેને સમજાય છે કે અત્યાર સુધી જે દિશામાં પ્રયત્ન થતો હતો તે સર્વ ખોટો હ, અનાત્મીય હતેઅકર્તવ્ય હતો. તેને પવસ્તુની પ્રાપ્તિમાં અથવા પર માણીના સંબધમાં, તેની સાથે વિપયાનંદ ભેગાવવામાં અથવા તેની સાથે
For Private And Personal Use Only