Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેચ ને અવેલેકન. પરણે ગયેલ છે. ચેટક રાજાએ એક પણ કન્યાનું કન્યાદાન આપેલ નથી. તેમજ તો પરણી જ નથી. ૬ પરણી ગઈ છે ને સુષ્ટાએ તે કુંવારાપણામાંજ દીક્ષા લીધી છે. પૃષ્ટ ૩૮૫ “શ્રેણિક રાજાએ દીક્ષા લેવાનો વિચાર કરી ઈત્યાદિ લખ્યું છે. પૃષ્ટ ૩૮૬ માં પણ “તે કર્યા પછી દીક્ષા લેવાને વિચાર રાખે આમ લખ્યું છે. આ હકીકત શ્રેણિક રાજા માટે યથાર્થ નથી. કેમકે તેને તે અવિરતિને તીવ્ર ઉદય હોવાથી તેઓ શ્રાવકપણું પણ ગ્રહણ કરી શક્યા નથી તો પછી દીક્ષા લેવાને વિચાર તો કરેજ શેને ? આ બાબત સુધારવા જેવી છે. | પૃષ્ટ ૩૮૫ માં પ્રાંત અભયકુમારને ઉત્પાતિક વિદ્યામાં કુશળ લખે છે પણ તે વિદ્યા નથી. અભયકુમાર પાતિકી બુદ્ધિવાળા હતા. પૃષ્ટ ૩૮૬ માં કુણિકની આંગળીમાં જીવ પડ્યાનું લખ્યું છે, પણ જીવ પડ્યા નહોતા, રસી થયેલું હતું; તેથી જ તેની શાંતિ માટે શ્રેણિકરાજ તે આંગળી મેઢામાં રાખતા હતા. જીવ પડ્યા હોય તે મોઢામાં રાખે નહીં. પૃષ્ટ ૩૮૬ના પ્રાંત ભાગમાં કેણિક “રાજગૃહ પાસે આવેલ વૈભારગિરિની તમિઆ ગુફા પાસે દેવથી બળી ભસ્મ થયો એમ લખ્યું છે તે યથાર્થ નથી, તમિસા ગુફા તારામાં છે કે જેને ઉઘાડીને ચક્રવતી ઉત્તર ભરતાર્ધમાં જાય છે. તે ગુફ પાસે જઈ તેને ઉઘાડવા માટે તેની પર પ્રહાર કરતાં તેના અધિષ્ઠાયિક દેવે કેણિ કને બાળીને ભસ્મ કરી નાંખે છે. | પૃષ્ટ ૩૮૮ માં મિથિલામાં જનકરાજા લખેલા છે. તે યથાર્થ છે. પણ આ નગરીનું અને રાજાનું નામ એક છતાં રામચંદ્રન વખતના જનકરાજા પૂર્વે થઈ ગયેલા બીજા સમજવા. પૃષ્ઠ ૩૮૯ પંક્તિ ૭ મી માં હિંદુસ્તાન જંબુદ્વીપ કે ભરતખંડને નામે બેલાવાતો એમ લખ્યું છે, તેમાં ભરતખંડને નામે બોલાવાતે એ બરાબર છે, હિંદુસ્તાનને જબુદ્વીપ કઈ કહેતું જ નહિ. પૃષ્ટ ૩૯૦ પંક્તિ બીજી અશુદ્ધ છપાઈ છે તે પશુપત્તિ નિging - |િ રામા એમ જોઈએ. પૃષ્ટ ૩૨ પતિ ૯મી માં નિરિતામૃા એમ છપાયેલ છે. તેને અર્થ નીચેના ભાગમાં આ દેશ અતિ નિંદિત છે એ લખ્યું છે તે ખરો જણતો નથી, એનો અર્થ તો “એ દેશે અનિંદિત છે” એવો થવો જોઈએ. | પૃષ્ઠ ૩૩ પંક્તિ ૫ મી માં તીર્થકર, ચક્રિ, રામ, બળદેવ, કૃષ્ણ, વાસુદેવ આદિ-લખેલ છે, તેમાં બળદેવ ને વાસુદેવ એ બે શબ્દ કેસમાં કરવા જોઈએ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42