Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --- -- શકુને અનુનય. शत्रुनो अनुनय. (નવમું સજન્ય.) (લેખક-કાપડીઆ મોતીચંદ ગીરધરલાલ સેલીસીટર. ) આત્મામાં સજજનતા પ્રગટ કરવાની ખાસ અગત્ય વારંવાર અંતઃકરણમાં ઠસાવવાની જરૂર છે. આ સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં ઘણું વખત પ્રાણી મનુવકેટીમાં આવ્યું જાય છે, પરંતુ તેની ઉત્ક્રાન્તિ થતી નથી અને તે જ્યાં ત્યાં રખડ્યા કરે છે. સજજન પુરૂનું વર્તન તેથી ખાસ વિચારવા ગ્ય હોય છે, કારયુકે તેઓ મનુષ્યપણામાં ઉન્નત જીવન ગાળી અન્ય સાધકને ઉચ્ચ આદર્શ ( Ideal) પૂરું પાડે છે. એવા સંત પુરૂનું અનુકરણ કરી તેઓના માગે ચાલવાની ખાસ જરૂર છે, કારણ કે તેમ કરવાથી સંસારના ફેરા મટી જાય છે, સાચા માર્ગ સમાય છે અને તે માગે ગમન કરવાનાં ઈષ્ટ સાધને જોડવામાં શુભ પ્રવૃત્તિ થાય છે. એ સજ્જન પુરૂ કેવા હોય છે અને તેઓના વર્તનમાં કેવા વિશિષ્ટ ભાવે હોય છે તે બતાવવા સારૂ આપણે અગાઉના વરસમાં આ માસિકના મથાળા પર એક શ્લોક વાંચી સજન લક્ષણપર વિચારણા કરી હતી. ત્યાર પછી બહુ સમય વ્યતિત થયે છે, તેથી એ બ્લેકને આપણે ફરીવાર વિચારી જઈએ. એ બ્લેક નીચે પ્રમાણે છે – तृष्णां छिन्धि, भन क्षमा, जहि मदं, पापे रति मा कृथाः, सत्यं गृह्यनुयाहि साधुपदवीं, सेवस्त्र विद्वज्जनान् । मान्यान् मानय, विद्विषोऽप्यनुनय, प्रच्छादय स्वान् गुणान् , कीर्ति पालय, दुःखिते कुरु दयामेतत्सतां लक्षणम् । . એને ભાવ નીચે પ્રમાણે છે “ તૃષ્ણાને છેદ કર, ક્ષમા આદર, મદને ત્યાગ કર, પાપપર રતિ મ કર, સત્ય બેલ, સાધુપદનું અનુકરણ કર, વિદ્વાનની સેવા કર, માન્ય પુરૂષોને માન આપ, દુશમનનું શાંત્વન કર, તારા પિતાના ગુણોને છુપાવી રાખ, કીર્તિની પાલન કર અને દુખી પ્રાણી પર દયા કર-એ સજનોનું લક્ષણ છે. આવી રીતે અહીં સજનના બાર લક્ષણું બતાવ્યાં. એ સજનનાં લક્ષણે પૈકી પ્રથમનાં આ લક્ષણો પર આપણે વિસ્તારથી વિચાર કરી ગયા તે આ પ્રમાણે. સિજન્ય સામાન્ય પર્યાલોચના. (સજજન લક્ષણ. પુ. ૨૨ મું. પૃ. ૧૯૯૯) ૧ તૃષ્ણા છેદ (પુ. ૨૨ મું. પૃ. ૨૭૩-૩૦૨) ૨ ક્ષમા. (પૃ. ૨૪ મું. પ્ર. ૭૭-૧૧૫–૧૩૬-૧૬૨) ૩ મદત્યાગ ( ૫ ૨૩ મું. ૨૧૩-૨૪૬-૨૮૩-૩ર૭) . For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42