Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કુમારપાલ ભૂપાલ પ્રબંધ: પ્રકારે શીલવ્રત પાળતા હતા. તેમાં જે મન, શ્ચન કે કાયાએ કરીને તેને ભંગ થાય તે ઉપવાસાદિક તપસ્યા કરતા હતા. (ચતુર્થવ્રત). તે રાજાને પરિ હમાં છ કરોડ સુવર્ણ, રત્ન અને મણિની દશ દશ તુલા, બત્રીશ બન્નશ ડાર મનું ઘી તથા તેલ, સર્વ ધાન્યના ત્રણ ગણું લાખ મુંઢા, પાંચ લાખ ઘેડા, આઠ હજાર હાથીએ, એક કરોડ પાયદળ, પાંચસો વહાણ અને એંશી હજાર ગાયે હતી. તેના સૈન્યની સંખ્યા અગ્યાર લાખ ઘેડાઓ, અગ્યારસે હાથીઓ, અઢાર કરેડ પાયદળ તથા પચાસ હજાર રથે એટલી હતી. “આ રાજ પરિગ્રહને સંક્ષેપ કરતાં મારે પણ સંક્ષેપ કરશે ” એવા દુઃખથી જ જાણે હાય તેમ પૃથ્વી પર કોચ પામતી હતી. (પાંચમું વ્રત). વળી ગુરૂની સાક્ષીએ તે રાજાએ કહ્યું હતું કે-“વષતુમાં મારા ઉદ્યાનની પૃથ્વીથી અધિક કેઈપણ ઠેકાણે હું જઈશ નહીં.” (છડું વ્રત). ધર્મ રસને જાણનારા તે રાજાએ મદિરા, માંસ, મધ અને માખણ વિગેરે અભક્ષ્યને નીસ માનીને તેનો સર્વદા ત્યાગ કર્યો હતે. અમાન (માપ રહિત) વૈભવવાળા તે રાજાએ ભેગ તથા ઉપભેગનું પ્રમાણ કર્યું હતું તે પણ તેને મહિમા માન (પ્રમાણ) રહિત હતો-અત્યંત હતો. તે રાજાએ સાત વ્યસનના નામના ચિન્હવાળાં લેઢાનાં પૂતળાં કરીને પોતાના દેશમાં ફેરવી તેમને બહાર કાઢી દેશપાર કરી સમુદ્રમાં નંખાવ્યાં હતાં (સાતમુવત). ધર્મકાર્યમાં પ્રવર્તેલા અને અનર્થદંડથી નિવૃત્ત થયેલા તે રાજાએ શરતુના જળની જેમ પોતાના આત્મા નિર્મળ કર્યો હતો. (આઠમું વ્રત). આચારનું ઉલ્લંઘન નહિ કરનારો તે રાજા હમેશાં બને કાળ પ્રતિક્રમણ કરતા હતા અને અરિહંતના વચનને જ પ્રમાણ કરતો હતો. વળી તે સામાયિક કરીને વીતરાગ સ્તવના ધીશ અને ચગશાસ્ત્રના બાર પ્રકાશને ગણવામાં તત્પર રહેતા, તે વખતે ગુરૂ સિવાય કેઈની સાથે બોલતો નહીં. (નવમું શત). “હું ચાતુમાસમાં કદાપિ યુદ્ધ નહીં કરૂં” એવા તેને વ્રતના ભંગનો નાશ કરનારું (રક્ષણ કરનારું) તેનું અભંગ ભાગ્યે જાગૃત હતું. તેના એવા વ્રતને જાણીને એકદા ચેમાસામાં ગીજની સુલતાન સૈન્ય સહિત તેનું રાજ્ય લેવા આવતા હતા, તે હજુ રસ્તામાં હતું, તેવામાંજ ગુરૂએ તેને પલંગ સહિત ઉપડાવોને કુમારપાળ રાજા પાસે આર્યો. તે કુમારપાળની આજ્ઞા સ્વીકારીને પાછા ગયે. ( દશમું વ્રત ). દાન દેવાથી જેને કેશ (ખજાનો) ખાલી થતા હતા એ તે રાજા અમી ત: ચતુર્દશીને જ આદર ક પષધ કરીને પુણ્યરૂપી કેશ (ખજાના) ને પૂર્ણ કરતા હતા. એકદા ઉપવાસ કરીને પૈષધ લીધું હતું. તે રાત્રિએ શરીરનું ઉત્સર્જન કરતાં તેના પગે જાણે પાપને છેડવા ઈચ્છતો હોય એમ એક કેડે વળગે. માણસે તે માકેડાને ખસે ડવા લાગ્યા, પણ તેણે તે પગ છે જ નહીં. તે વખતે રાજાએ પગની ચામડી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42