________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ. સહિત તે મકડાને દૂર કર્યો. “અહો કેવી દયા !” (અગ્યારમું વ્રત). નિર્મળ ચિત્તવાળા અને મુક્તિ (મોક્ષ) ને વિષેજ આદર કરનારા તે રાજાએ દુઃખી સાધમીનું બોતેર લાખ દ્રવ્ય મૂકી દીધું હતું. ગુરૂ શાળા (ઉપાશ્રય)માં રહેલાં વા વિગેરે ઉપકરણની પડિલેહણ કરનારને એટલે ઉપાશ્રયની સારસંભાળ કરનારને તે રાજાએ પાંચ અો અને સમૃદ્ધિવાળા સાત ગામનું સ્વામીપણું આપ્યું હતું. પોતાની સાથે પૈષધ ગ્રહણ કરનાર શ્રાવકોને ભજન કરાવીને પછી પોતે ભેજન કરતા, અને સંઘને વસ્ત્ર તથા અલંકાર પહેરાવીને પછી પોતે પહેરતા. (બારમું વ્રત).
એકદા કેકણ દેશનો રાજા કે જે કુમારપાળ રાજાની બેનનો પતિ હતો તે અણુ નામનો રાજા તેની રાણીની સાથે ક્રિડા કરતાં બોલ્યો કે-“ મુંડાઓને ભાર.” આ પ્રમાણે યષ્ટીના પ્રહાર જેવી જિનધર્મને ઉપહાસવાળી વાણીથી તે રાણી અત્યંત કપના આવેશમાં આવી ગઈ, તેથી તે અહંકાર સહિત બેલી કે-“હું તારી જીભ કઢાવીશ. ” તે સાંભળીને પતિએ ( અણે) રજા આપેલી તે રાણી ઉદાસ થઈને પાટણમાં આવી. તેણીએ પોતાના ભાઈ કુમારપાળને પિતાના પતિનું વૃત્તાંત રોતાં રોતાં જણાવ્યું. ત્યારે કુમારપાળે કહ્યું કે-“હે બેન ! અહીં રહીને તું ધર્મનું આરાધન કર. હું તે જૈન ધર્મના દ્રષીની ઉપેક્ષા નહીં કરું. તું ધીરજ રાખ.” એમ કહીને કુમારપાળ રાજા ચતુરંગ સેના લઈને કાંકણુ દેશ તરફ ચાલ્યો. કહ્યું છે કે “ધર્મને નાશ થતો હોય, દયાનો લેપ થતો હોય. તથા પિતાના સિદ્ધાંત (આગમ) ના અર્થનો વિપર્યાસ થતું હોય ત્યારે શક્તિમાન માણસે વગર પૂછ પણ તેને નિષેધ કરે. કુમારપાળ રાજાએ કેકણ દેશની સીમા પાસે આવીને સૈન્યને પડાવ નાંખે, અને પછી દૂતના મુખે તે અર્ણને આ પ્રમાણે કહેવરાવ્યું કે-“હે વિવેક રહિત દેડકા ! તું કર્ણને કઠોર લાગે તેવી ઉત્કટ આરાટી (શબ્દ) કેમ કરે છે? કઈ પણ ગભીર કૂવાની ગુફામાં જઈને અચેતનની જેમ ભરાઈને રહે. કારણકે પિતાના મુખમાંથી પ્રસરતી વિષરૂપી જવાળાએ કરીને ભયંકર તથા વિકરાળ જહાવાળે આ મેટે સર્ષ કાળ ( યમરાજ) ની જેમ તને ગળી જવાની ઇચ્છાથી આગ્યા છે. ” તે સાંભકરીને કપરૂપી અગ્નિએ કરીને રક્ત નેત્રવાળા અર્ણ રાજાએ કહ્યું કે–“હે ડૂત ! દૂર જા. અહીં ઉભા ન રહે. માત્ર કાવ્ય સંભળાવવાથી શું ફળ છે ? ” એમ કહીને અણુ રાજાએ પિતાના દૂતની સાથે પ્રત્યુત્તરને બ્લેક કહેવરાવ્યો. તે તેણે સિંહાસન પર બેઠેલા કુમારપાળ રાજા પાસે આવીને સંભળાવ્યો. તેને અર્થ આ પ્રમાણે હતો—-રે રે સર્પ ! તું તારા અસમાન ગર્વને મૂકી દે. મેટા ડુંફાડા મારીને આ જગતને તું કેમ બીવરાવે છે? ઘણુ કાળ સુધી જીવ
૧ અહીં મુંડલ શબ્દ યતિ-સાધુ ધારીને બેલ્યો હતો.
For Private And Personal Use Only