________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ સૂપાલ પ્રબંધ.
અગ્યાર લાખ અ કંતાનના વસ્ત્રવડે ગળેલા પાણીને પીતા હતા. તે રાજા પિતાના વશવતી દેશોમાં તથા બીજા મિત્રદેશમાં જીવરક્ષાના હેતુથી કાગળમાં બ્લેક લખીને પિતાના આસ પુરૂને મેકલ્યા હતા. તે બ્લેક નીચે પ્રમાણે હતા.
“ઃ કુર્યાત સાનિ, વસ્ત્રપૂતન વારિ ! स मुनिः स महासाधुः, स योगी स महाव्रती ।। म्रियन्त मिष्टतोयेन, पूतराः क्षारसंभवाः ।।
ક્ષારતાન તુ રે, ન તiાં તતઃ || ” રૂા. અર્થ “જે મનુષ્ય વસ્ત્રથી ગળેલા પાણી વડે સર્વ કાર્યોને કરે છે, તેજ મનિ કહેવાય છે, તે જ મહાસાધુ, તે જ રોગી અને તે જ મહાવ્રતધારી કહેવાય છે. ખારા પાણીમાં ઉત્પન્ન થયેલા પૂરાએ મીઠા પાણી વડે મરી જાય છે, અને મીઠા પાણીમાં ઉત્પન્ન થયેલા પૂરા ખારા પાણી વડે મરી જાય છે, તેથી કરીને તે બન્નેને સંકર (સેળભેળ) કરવો નહીં.” વિગેરે.
એકદા રણસંગ્રામમાં જતી વખતે પલાણના પ્રમાર્જન કરવા પૂર્વક અશ્વપર ચડતા કુમારપાળની કેઈએ હાંસી કરી કે “આ વાણીયાનું પરાક્રમ શું હશે? » તે વખતે લોઢાના સાત કટાહને ભેદીને બહાર નીકળેલા રાજાએ મૂકેલા બાણેજ બૃહસ્પતિના વચનમાં પણ ન આવી શકે એવું તે રાજાનું બળ પ્રગટ કર્યા
નવરાત્રીના દિવસોમાં પિતાની કુળદેવી કંટેશ્વરીએ બળિદાન માગવાથી તે રાજાએ પિતાના પ્રધાન પાસે તે દેવીના દેરામાં જીવતા પાડાઓ મૂકાગ્યા. તે વખતે ઉદ્ધત એવા તે પાડાઓએ જાણે વેર વાળવા માટે જ હોય તેમ શીંગડાઓ - વડે તે દેરૂં જર્જરિત કર્યું અને છાણ મૂત્રવડે અપવિત્ર કર્યું. તેથી અત્યંત કપ પામેલી તે દેવીએ રાજાના ઉપર ત્રિશુળના પ્રહાર કર્યો, તેથી તેના શરીરમાં કુષ્ઠ રોગ ઉત્પન્ન થયો. તે વાત જાણવાથી લેકે જૈન ધર્મની નિંદા કરવા લાગ્યા. ત્યારે ચિંતાતુર થયેલા રાજાએ પ્રધાનોને બોલાવીને કહ્યું કે “તમે ચિતા તૈયાર કરે. તેમાં પ્રવેશ કરીને હું મારા પ્રાણ તનું.” ત્યારે તે પ્રધાનો બેલ્યા
–“હે સ્વામી ! આપ ખેદ ન કરે, કારણ કે ગુરૂ મહારાજા વિપત્તિનું હરણ કરશે. • એમ કહીને તે પ્રધાનેએ ગુરૂએ મંત્રેલું પ્રાસુક જળ આપ્યું, પરંતુ રાત્રીને વખત હોવાથી ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરેલા રાજાએ તે જળ પીધું નહીં. ત્યારે પ્રધાનોએ તે જળ રાજાના શરીર પર છાંટ્ય. તે છાંટવાથી પણ રાજાનું શરીર સિદ્ધ રસના છાંટવાથી લેહની જેમ સુવર્ણ જેવું થઈ ગયું ત્યાર પછી પ્રાતઃકાળ થતાં રાજ ગુરૂને વાંચવા ગયો. ત્યાં ઉપાશ્રયના દ્વારમાં બાંધેલી એક સ્ત્રીને કરૂણુ સ્વરે રોતી જેઈન સ્વચ્છ મનવાળા રાજાએ પાપથી યુનું
For Private And Personal Use Only