________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
ના ધર્મ.
પ્રભાવનાદિક અલંકારો વડે જગના ચિત્તનું આકર્ષણ કરનાર તથા દાન, શીલ અને તપ જેનાં અંગ છે એવા ધર્મને જીવ ભાવના છે. અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરનાર અને મુકિત પુરીના માર્ગરૂપ ધ્યાનને વિષે છવરૂપ પંથીને ભાવના રત્નદીપિકાની જેવી છે. સંસારની સાથે યુદ્ધ કરવાને દેડતા એવા રૂડા દાન, શીલ અને તપને અગ્રેસરી મહા યોધે એક ભાવના જ છે. શમદમરૂપ ધર્મની મુક્તાવલી અંતભાવનારૂપ ચકતાવડે શોભતી સંપુરૂનાં હદય પર રહી સતી કાંતિને ધારણ કરે છે. અન્ય ધર્મથી રહિત છતાં પણ જી. વને એક શુભ ભાવના જ ચંદર રાજાની જેમ દાન, શીલવંત અને તપસ્વીઓને પણ આશ્ચર્યકારક ફળ આપનારી થાય છે.
ચંદ્રદર રાજાનો પ્રબંધ.
સંપત્તિને વહન કરનારા શ્રેષ્ઠ પુરૂએ કરીને શોભતી ચારે ધર્મની ચતુર્વેદી સમાન હસ્તીનાપુરી નામની નગરી છે. તે નગરીમાં શત્રની સ્ત્રીઓની અશ્રુધારાવડે જેને યશ વિસ્તાર પામે છે તે અને સદાચરણવડે કૃતાર્થ થયેલે રામ નામને રાજા હતા. તેને સેંકડે સતી સ્ત્રીઓના મુકુટ સમાન અને પિતાની દેહની કાંતિવડે દેવાંગનાઓને પણ જય કરનારી જમાવલી નામની રાણી હતી. તે પ્રિયાએ કરીને રાજા સુવર્ણ સમાન કાંતિવાળા પોતાના દેહને તથા સ્વર્ગને તિરસ્કાર કરનાર પિતાના સમગ્ર રાજ્યને સફળ માન હતે. પતિએ પ્રીતિથી લાલન કરેલી તે રાણી લેકને વિષે પ્રસિદ્ધ અને અર્ધ દેડના દાનથી ભેગ રહિત એવા શંકર પાર્વતીના પ્રેમને પણ હસતી હતી, અદ્વિતીય પ્રેમગુણથી નિયંત્રિત થયેલા તે દંપતી કદાપી પરસ્પર જુદા પડ શકતા નહોતા.
એકદા રામ રાજા સભામાં બેઠે હતું, તે વખતે સ્પ પરિવારને લઈને તે જયાવલી રાણી કામદેવને નમવા માટે ઉદ્યાનમાં ગઈ. ત્યાં કામદેવની પૂજા કરીને પોતાના આત્માને ધન્ય માનતી તે રામપ્રિયા ઉઘાનની અત્યંત શોભાને જોવા લાગી. ત્યાં ઉદ્યાનની નવી નવી શોભા પિતે સખીઓને દેખાડતી અને સખીઓ પિતાને દેખાડતી એમ જોતાં જોતાં તે કમળનેત્રા રાણ એક મનોહર દ્રહને જોઈને આનંદ પામી. તે કહની નજીકમાં તે રે
For Private And Personal Use Only