Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય-પંચમ સજન્ય. ૨૧૭ શ્વેતવર્ણની પ્રબળતા છે, બાકી તેમાં લાલ લીલા વિગેરે વર્ણના પરમાણુ તે છેજ આ પ્રમાણે હેવા છતાં જે વર્ણની પ્રબળતા હોય તેને ઉપર લાવવી અને તે વર્ણવાળે પદાર્થ છે એમ કહેવું તે ભાવ સત્ય છે. અમુક વસ્તુના સગને લીધે તે વસ્તુ સંબંધનું નામ આપવું તે “યોગ સત્ય.” છત્રના વેગથી એક માણસ છત્રી અથવા છત્રધારી કહેવાય છે અને એક વખત તેનું તે નામ નકી થઈ ગયું ત્યાર પછી તે છત્ર ન હોય ત્યારે પણ છત્રધારી કહેવાય છે. ચોપદાર વિગેરે ઘણુ શબ્દ તેવા છે. છેલું “ઉપમા સત્ય” છે. આ પુત્ર ઈદ્ર જે છે, આ તળાવ સમુદ્ર જેવું છે, આવી રીતે સધર્મપણું બતાવવું તે ઉપમા સત્ય. આવી રીતે બેલાયેલું વચન અસત્ય નથી પણ સત્ય છે. અસત્ય ભાષા દશ પ્રકારે ઉત્પન્ન થાય છે. તે ક્રોધથી નીકળે છે. માનથી બોલવામાં આવે છે, માયાથી ઉદ્દભવે છે, લોભથી બહાર નીકળે છે, પ્રેમથી જમ પામે છે, હાસ્યથી વદાય છે, ભયથી ઉચ્ચારાય છે, દ્વેષથી ગિરાનો વિષય થાય છે, આઠ પ્રકાર ઉપરાંત કેટલીકવાર આખ્યાયિકા દંતકથા વિગેરેની મારફત અસત્ય ગિરાને પ્રસાર મળે છે. તેમજ ફ્રજદારી ગુન્હો-ચારી વિગેરે કર્યા પછી અને છેવટે ખોટા આરોપથી અન્યના ઉપઘાત માટે તે નીકળેલી હોય છે. આ દશ પ્રકારે અસત્ય વાણીને પ્રચાર થાય છે. સત્યામૃષા ભાષાના પણ દશ વિભાગ પાડવામાં આવ્યા છે. તે સંખ્યાને આશ્રયીને છે. દાખલા તરીકે-આ નગરમાં આજે દશ માણસ જમ્યા એમ કહેતા મરણ પામ્યાની સંખ્યા ન બેલવી એ મિશ્ર ભાષા થઈ. આવી રીતે સં ખ્યા આશ્રી દશ ભેદ પાડ્યા છે. તે લોકપ્રકાશ અંતર્ગત દ્રવ્યલેકથી જોઈ લેવા. છેલ્લી અસત્યામૃષા અથવા વ્યવહાર ભાષા જે આપણે દરરોજ વાપરીએ છીએ તે બાર પ્રકારની છે. તેમાં અસત્ય પણ નથી અને મૃષા પણ નથી, પણ “આવે, બેસો” એવાં વ્યવહા૨:વચન હોય છે. જેમાં સત્યતા તરફ કે અસત્યતા તરફ વિચાર કરવાનું હોતું નથી. માત્ર સામાન્ય રીતે જ તે વચન બોલાય છે, એને બેટા ખાં કહેવાની જરૂર નથી, કારણ બોલતી વખત એમાં કાંઈ એ વિષય પર લક્ષ રાખવાનું જ હોતું નથી. “હે મિત્ર ! બંધુ !” વિગેરે સંબોધન કરનારી તે આમંત્રણી ભાષા છે, તે આ પ્રમાણે કર, બસ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40