Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય-પંચમ સાજન્ય. ૨૧૫ વ્યા છે. અમુક દેશમાં અમુક શબ્દ અમુક અર્થમાં વપરાતું હોય તે જનપદ સત્ય” કહેવાય છે. દાખલા તરીકે ગુજરાતમાં જળને “પાણી' કહે છે. હિંદુસ્તાનમાં “જળ' કહે છે. વળી સંસ્કૃત બોલનાર “પાણિ” શબ્દને અર્થ હાથ કરે છે અને ગુજરાતીમાં જળના અર્થમાં તે વપરાય છે. જે ભાષા બોલનાર હોય તેની અપેક્ષા ધ્યાનમાં રાખી વચન બોલવું તે પ્રથમ વિભાગમાં આવે છે. લોકેએ સંમતિથી અમુક હકીકતને કે શબ્દને સત્ય ગણેલ હોય તે સંમત સત્ય” કહેવાય છે. દાખલા તરીકે પંકજ એટલે જે કાદવમાં ઉત્પન્ન થાય તે, કાદવમાં ઘણી જાતના પુષ્પ તથા છોડવાઓ ઉગે છે, જીવડાઓ પણ ઉત્પન્ન થાય છે, પણ લોકેએ ઠરાવ્યું કે પંકજ શદથી કમળ અર્થજ સમજ. તેવાજ નીલકંઠ, પગરખા વિગેરે ઘણા શબ્દો છે. આ શબ્દોને આ પણે રૂઢ અર્થમાં વાપરીએ તે અસત્ય નથી પણ સત્ય છે. એક વસ્તુની પ્રતીતિ કરાવવા માટે બીજી વસ્તુની સ્થાપના કરવી તે થાપના સત્ય” કહેવાય છે. એકડા ઉપર મીંડાની સ્થાપના કરવાથી દશ થાય અથવા બીજા મીંડાની સ્થાપના કરવાથી સે થાય તે સ્થાપના સત્ય છે. તીર્થકર ભગવંતની મૂતિને પાષાણ કે ચિત્રામણમાં સ્થાપન કરવી, કઈ પણ મનુષ્ય કે વસ્તુને ફોટોગ્રાફ પડાવવો અને પછી તેને સ્થાપન કરેલી વસ્તુ તરીકે માનવી, પૂજવી તેમણે સ્થાપના સત્ય છે. કેઈ પણ વસ્તુ અથવા મનુષ્યનું અમુક નામ પાડયું તેને તે નામથી બોલાવવું, પછી ના પ્રમાણે તેનામાં ગુણ હોય કે ન હોય, તે “નામ સત્ય. દાખલા તરીકે કઈમાં પુત્રનું નામ કુલવર્ધન પાડવામાં આવ્યું હોય પછી ભલે તે તેના વર્તનથી કે તેના ભાગ્ય યેગથી કુળને નાશ કરનાર હોય તે પણ તેને તે નામથી બોલાવે તે અસત્ય નથી. એવી રીતે કઈ પણ સ્ત્રી પુરૂષના પાડેલા નામને માટે સમજવું. વળી ક્ષાર વસ્તુને આપણે મીઠું નામ આપ્યું. વાસ્તવિક રીતે તે ખારૂં છે, પણ તેને મીડું કહીને ઉદ્દેશીએ તે “નામ સત્ય છે, જેણે જે વેશ લીધો હોય તે તેને કહેવો તે “રૂપ સત્ય. જેમ કે કઈ પણ દંભવાળે, ક્ષમાદિક યતિધર્મ વગરને હેય છતાં તેણે સાધુને વેશ પહયો હોય તે તેને સાધુ કહે, અથવા ભભુત લગાવી ટીલા કરનાર ગમે તે દુર્જન હોય પણ તેને વેશપરથી તેને સંત કહે એ “રૂપ સત્ય છે. અમુક ભીંતને આપણે પેળી કહીએ છીએ તે પણ તેને બહારના રૂપને લી. પેજ કહી શકાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40