Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 05 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સીમ’ધર પ્રભુની વિનતિરૂપ સ્તવનને સારાંશ. ૧૩૧ જેમ મુનિજને સ’યમાદિક ગુણની વૃદ્ધિ માટે વિહાર કરે છે તેમાં પ્રસગે નદી-મહા નદી ઉતરતાં પણ પાપ નથી તેમ ગૃહસ્થને પ્રભુપૂજા આશ્રી સમજીલેવાનુ` છે. શાંત ચિત્તથી લાભાલાભના વિચાર કરતાં લાભ સ્પષ્ટ સમજી શકાય એમ છે. ૮૫ ' તે પ્રભુની આજ્ઞા મુજબ નદી ઉતરતાં આશયની વિશુદ્ધિથી મુનિજનને હિંસા લાગતી નથી, એમ કહ્યું છે તે વિધિપૂર્વક પ્રભુપૂજા કરતાં ગૃહસ્થને પશુ હિંસા નજ લાગે પરંતુ પરમાથ દષ્ટિથી જોતાં-વિચારતાં તે મેક્ષફળ આપે, એ વાત નિઃસદેહ છે. ૮૬. ‘જે કરણી કરતાં વિષય કષાયાક્રિક પ્રમાદ ટળે તેથી ભવના અ`ત થાય, ? એ ન્યાયે પ્રભુપૂજામાં શુભ ભાવથી વિષયાર ભને ભય નથીજ. તેથી પ્રભુપૂજા પાપ આરંભ રૂપ નથી, પર’તુ પાપ આર'ભની નિવૃત્તિ રૂપ છે. વળી પ્રભુભકિત મહા સુકૃત— પુણ્યના સંચય રૂપ છે. ૮૭. યદ્યપિ સામાયકાદિક કરણી થકી પણ ભવનેા અંત થઈ શકે છે, પરંતુ પ્રભુજાવડે પ્રભુને શ્રેષ્ઠ વિનય કરાય છે અને તે વિનય અંતરગ તપ રૂપ છે. સવ કર્તવ્ય સ્વ સ્વ અધિકાર અનુસારે કરતાંજ હિત સપજે છે. કેમકે શાસ્ત્રજ્ઞા સર્વત્ર પ્રમાણ છે. ૮૮. જિનપજા કરતાં આર ભાર્દિકની શંકા ધરીને જે તેના પરીદ્ધાર કરવા હોય તે દાન માન વંદન અને આદેશ પ્રમુખ કરતાં પણ આરંભ થાય છે તે કારણથી તે પણ તજવાંજ જોઈએ. ૮૯. જો કે સ્વરૂપથી દેખવામાં પુષ્પાદિકના ઉપયોગથી દ્રષ્યપૂજા સાવદ્ય-દોષયુકત જણાય છે, પરંતુ પરમાર્થથી તત્ત્વ વિચારી જોતાં ભાવવિશુદ્ધિથી નિરવદ્ય-નિર્દોષજ છે, કેમકે પૂજા કરતાં પ્રભુ પ્રત્યે મહુમાન તથા શુભધ્યાન જાગૃત થાય છે—— જાગે છે. ૯૦. વળી જિનેશ્વર પ્રભુની પૂજા અર્ચા દેખીને અન્ય ભવ્ય જનેાના હૃદયમાં શુભ ભાવ જાગે છે, જેથી ભવસમુદ્ર પાર પમાય છે અને જ્યાંસુધી તે સંવર ભાવમાં વર્તે છે એટલે કે પેાતાનાં મન વચન કાયાને નિગ્રહી શુભભાવમાં વર્તે છે ત્યાંસુધી સ્વપર જીવની ભાવથી રક્ષા થાય છે. પ્રભુપૂજા કરનારના તથા તેની અનુમેદના કરનારના જે શુભ અધ્યવસાય વર્તે છે તે સર્વજ્ઞ ભગવાન સપૂર્ણ રીતે જાણે છે. ૯૧. જેમ નદી પ્રમુખ ઉતરતાં મુનિજનાને જળજતુએ ઉપર દયાભાવ હોય છે તેમ પુષ્પાદિકવડે પ્રભુની પૂજા કરતાં ભાવિક શ્રાવકના હૃદયમાં જરૂર દયાભાવ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36