________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીપાળ રાજાના રાસ ઉપરથી નીકળતે સાર.
૧૩૯ ક, કરે-સહે, પરંતુ જે પરને વિપે ગુણાનુરાગ ધારણ કરતા નથી તે તે સર્વ નિષ્ફળ છે.”
- વિવેચન–જે કદી ઘણે તપ કરે, વિદ્યાભ્યાસ-જ્ઞાનાભ્યાસ કરે અને કેશલેચાદિ-વિહારાદિ-ભમિશયનાદિ અનેક પ્રકારનાં કટે સહે તે પણ જે પરના અથવા તપસ્વી, જ્ઞાની અને કાર્યકષ્ટ કરનારના ગુણે ઉપર પ્રતિ વર્તતી નથી–ઈર્ષા વર્ત છે, તે તેવા મનુષ્યનું તપદાનાદિ સર્વકૃત્યનિષ્ફળ છે અર્થાત્ સર્વ કિયાના પ્રારંભમાં ગુણાનુરાગની આવશ્યક્તા છે.
श्रीपाळ राजाना रास उपरथी नीकळतो.सार.
(અનુસંધાન પૃષ્ઠ ૧૨૭ થી ). હવે સિદ્ધપદની સ્તુતિ કરે છે-જે સિદ્ધ પરમાત્માદમાં ગુણઠણાને અંતે એક સમયમાં, પ્રદેશાંતરને ફરસ્યા વિના, મનુષ્ય શરીરની ત્રિભાગ ન્યૂને અવગાહના વડે સિદ્ધિસ્થાનને પામ્યા છે તેમને હું નમસ્કાર કરું છું.
પૂર્વપ્રોગ, ગતિપરિણામ, બંધન છેદ અને અસંગકિયા વડે જે એક સમયમાં સાત રાજ પર્યત ગતિ કરી સમશ્રેણિએ ઉત્પન્ન થયા છે તે સિદ્ધ પરમાત્માને હું નમસ્કાર કરું .
કોઈ પ્રાણી શંકા કરે કે સર્વ કમરહિત થયા પછી જીવ શા નિમિત્તને પામીને અહીંથી સિદ્ધશિલા સુધી જાય? તે શંકાને નિવારણ માટે ચાર દઈ તે બતાવ્યા. છે કે જેમ બાણને ધનુષ્યપર ચડાવી તેને છેડતાં પૂર્વ પ્રયોગ છે પરંતુ પછી તે સ્વયમેવ ચાલ્યું જાય છે, તેમ આ જીવ પણ સર્વ કર્મપ્રકૃતિના બંધ ઉદય ઉદિરણા ને સત્તા ક્ષય પામે છે ત્યારે ઉર્ધ્વગમન કરે છે તે પૂર્વ પ્રાગ જાણ. વળી જેમ અગ્નિમાંથી નીકળેલ ધૂમાડે ઉંચે જ જાય છે તેમ આ જીવને ગતિ પરિણામજ ઉદ્ધ જવાને છે તેથી તે શરીરમાંથી છુટતાં ઉંચો ચાલ્યા જાય છે. વળી જેમ એરડાનાં ફળ પાકયાં પછી તાપને વેગે ફાટે છે ત્યારે તેમાંનાં બીજ ઉંચાં ઉછળે છે કેમકે તે બંધાઈ રહ્યાં હતાં તે બંધનને છેદ થયે એટલે છુટાં થવાથી ઉચાં જાય છે તેમ આ જીવ પણ અનાદિ કાળથી કર્મબંધનવડે બંધાયેલો આ શરીરમાં રહ્યા છે તે જ્યારે સર્વ કર્મપ્રકૃતિથી છુટો પડ્ય-આત્મા ને પુદગળને અનાદિ સંબંધ છે પામ્યો ત્યારે તે પણ ઉચે ચાલ્યા જાય છે તેનું નામ બંધનછેદ કહીએ. વળી જેમ કુંભાર પ્રથમ દંડવડે ચક ફેરવે છે, પછી તે પોતાની મેળે ફર્યા કરે છે તેમ આ જીવ પણ અસંગ કિયાના બળથી સર્વ કર્મમળ રહિત થઈ ઉપાધિના કારણે માત્ર નાશ પામી જવાથી ઉર્ફ ગમન કરે છે.'
For Private And Personal Use Only