Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નોત્તર રત્નમાળા. ૧૫૫ ગયો છે, અને તેથી જે વચનને ઉચ્ચાર કરી શકતેજ નથી તેને કંઈ આકો અપશધ નથી. કેમકે તે દેવહત છે છતાં તેના મનમાં કોઈ અનુકૂળ પ્રસંગે અવસર ઉચિત વચન બોલવાની લાગણું તે થાય છે, પણ તે બાપ બોલી શકતું નથી. અને જે છતી જીભે અવસર ઉચિત બેલી જાણતા નથી પણ વગર વિચાર્યું અનુચિત પ્રતિકૂળ ભાષણ કરી રંગને ભંગ કરે છે તે જ ખરે અપરાધી કરે છે. પ્રિય, પથ્ય અને સત્ય વચનજ સ્વપરને હિત કરી શકે છે, તેથી વિપરીત વચન ઉલટું નુકશાન કરે છે. કટક બેલાં માણસ અન્યમાં અળખામણ થાય છેમાટે સ્વપર ઉભર્યનું હિત સચવાય તેવું મિષ્ટ અને સત્ય જ બોલવાની ટેક રાખવી બહુજ જરૂરની છે. ૭૭ સકળ જગત જનની હે દયા, કરત સહુ પ્રાણુકી મયા–દયા, રહેમ, જયણ અને અહિંસા એકાળું રૂપ છે. દયા જગવત્સલા જનની (માતા) છે. દુનિયામાં જે દેવ માનવ કે પશુ પર્યત સુખ પ્રતીત થાય છે તે દયાનેજ પ્રતાપ છે. દયાને મહિમા અચિંત્ય અપાર છે. દયાજ ઇંદ્રનાં, ચકવતીનાં કે એવાં જ ઉત્તમ ઐહિક સુખ આપે છે, અને પ્રાંત દયાજ આત્માને શાશ્વત સુખને ભક્તા બનાવે છે. દેહ લગી પ્રમુખ જડ વસ્તુ ઉપરને મેહ તજી પરમ દયાળુ શ્રી વીર પરમાત્માનાં પવિત્ર વચનાનુસારે નિઃસ્વાર્થપણે અહિંસા ધર્મનું આચરણ કરવા જે જે સઉદ્યમ સેવવામાં આવે છે તે તે મહા કલ્યાણકારી થાય છે. જગતના જીવે જે સુખ શાંતિનો અનુભવ કરે છે તે તે પૂર્વ જન્મમાં આચરેલા અહિંસા ધર્મનું જ ઉત્તમ ફળ સમજવું. તેવીજ રીતે વર્તમાનકાળમાં જે અહિંસા ધર્મને સાક્ષાત્ સેવે છે અને ભવિષ્યકાળમાં જે તેની સેવા કરશે તે સર્વે અહિંસા ધર્મના પસાથે સંસારમાં પણ પ્રગટ સુખ અનુભવી અનુક્રમે અક્ષય સુખને ભક્તા થઈ શકશે. આવી રીતે સર્વ પ્રકારનાં સુખને પ્રગટ કરનારી, તેનું પાલનપોષણ કરનારી અને એકાંત અમૃતવૃષ્ટિને કરનારી જગદંબા જનની અહિંસાજ છે. એમ સમજી સુખના અથી સકળ જનેએ તેનું જ આરાધન કરવા અહેનિશ ઉજમાળ રહેવું. તેનું કદાપિ પણ કુપુત્રની પેરે વિરાધન તે કરવું જ નહિં. જે ઉક્ત માર્ગને ઉલંઘશે નહીં તે અવશ્ય સુખી થશે. ૮ પાલન કરત પિતા તે કહિયે, તે તો ધમ ચિત્ત સહિયે– જે આપણું પાલનપોષણ કરે છે તે પિતા કહેવાય છે, તે તે એક ભવ આશ્રીજ પ્રાયઃ હોય છે, પણ જે આપણને ભવભવમાં નિવાજે, આપણું સમીહિત સાધે, આપણને આનંદમાં રાખે, લગારે દુઃખનો સ્પર્શ થવા ન આપે અને પરિણામે આપણને દુતિના દાવમાંથી બચાવી સગતિમાં જોડે અને અનુક્રમે અક્ષય સુખસમાધિના ભાગી બનાવે ધર્મ-પિતાને જ પરમ ઉપગા૨ છે. એ અમાપ ઉપગાર કદાપિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36