Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીપાળ રાજાના રાસ ઉપરથી નીકળતે સાર. ૧૪૧ પાળે છે અને અન્ય મુનિઓ પાસે પળાવે છે તેમજ જે શુદ્ધ જિનેત દયામયી સત્ય ધર્મને ઉપદેશદ્વારા પ્રકાશિત કરે છે તે આચાર્ય મહારાજને હું નમસ્કાર કરૂં છું, અને તેમની પાસે એવા શુદ્ધ ધર્મની પ્રેમપૂર્વક યાચના કરું છું. જે ૩૬ છત્રીશીએટલે (૧૨૯૬) ગુણેકરીને શેભે છે, યુગપ્રધાન છે, જગના જીવેને નિરંતર બંધ કરે છે, લોકોને મોહ-પ્રીતિ રાગના ઉપજાવનારા છે, ક્ષણ માત્ર પણ ક્રેધયુક્ત દશામાં વર્તતા નથી એવા આચાર્યને હું પરીક્ષા પૂર્વક પ્રણામ કરું છું. - નિરંતર જેઓ અપ્રમત્ત દશામાં વર્તે છે અને ધર્મોપદેશ આપવામાં સાવધાન છે, ચારે પ્રકારની વિકથાને કદાપિ પણ કરતા નથી, ચારે કષાયને અથવા કવાય નેકષાય મળી પચ્ચીશેને જેમણે સર્વથા તજી દીધા છે વળી જે કલેશરહિત, મલીન પરિણામ રહિત તેમજ માયા કપટ રહિત છે એવા આચાર્ય મહારાજને હું નમસ્કાર કરૂં છું. વળી જે ગચ્છની અંદર મુનિ વિગેરેને સારણ (કિ અનુષ્ઠાનાદિ કરતાં ભૂલ પડે તે સંભારી આપવું), વારણ (અશુદ્ધ ક્રિયા કે અગ્ય ભાષણ કરે તે તેને વારવું ), ચણા (ક્રિયાદિકમાં તથા જ્ઞાનાભ્યાસમાં મુનિઓને પ્રેરવા), પડિ. ચેયણા (કઈ મુનિને જ્ઞાનકિયાદિકમાં પ્રમાદ કરતા જાણી વારંવાર પ્રેરવા) ઈત્યાદિ નિરંતર કરે છે–ધર્મમાં જેડે છે, પાટના ઘરનારા છે અને ગચ્છના સ્થંભભૂત છે એવા આચાર્ય ભગવંત મારા હૃદયને અત્યંત પ્રિય છે. શ્રી જિનેશ્વર રૂપી સૂર્ય અને સામાન્ય કેવળીરૂપ ચંદ્ર અસ્ત પામે સતે અજ્ઞાન રૂપ અંધકારને ટાળવા માટે જે દીપક તુલ્ય છે અને ત્રણ ભુવનના પદાર્થોનું સ્વરૂપ પ્રગટ કરવામાં જે અત્યંત ચતુર છે–સામર્થ્યવાન છે એવા આચાર્ય ચિરંજીવી થાઓ અર્થાત્ લાંબા કાળ પર્યત આયુષ્ય ભેગવી ભવ્ય જીને અપરિમિત ઉપકાર કરનારા થાઓ. જે દેશ, કુળ, જાતિ અને રૂપાદિક ગુણસંપન્ન છે, જે સૂત્રાર્થના જાણ અને પરોપકારરસિક હોવાથી તોપદેશના આપનારા છે, પાપના ભારથી આકાંત - વાને લીધે સંસારરૂપી અતિ ઉંડા અંધકૃપમાં પડતા પ્રાણીઓને જે ઉદ્ધાર કરે છે અને માતા પિતા તથા બાંધવાદિકથી પણ જે અધિક હિતના કરવાવાળા છે તેમજ જે બહુ લબ્ધિઓથી સમૃદ્ધ, અતિશયવંત, શાસનને દીપાવનાર અને રાજાની જેવા નિશ્ચિત છે એવા આચાર્ય મહારાજને હું ત્રિવિધે ત્રિવિધે નમસ્કાર કરું છું અને નિરંતર તેમના દર્શનની, તેમના ઉપદેશાની અને તેમના સહવાસની ચાહના કરું છું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36