Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 05 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૨ જેન ધ પ્રકાશ, બજ રહે છે. તેથી જયણ રહિત દ્રવ્યપૂન કરનાર શ્રાવક જનને જિનપૂજામાં હિંસાનું નહીં પણ દયાનું જ ફળ મળે છે. ૯૨ “જે જિનપૂજમાં દોષજ નથી તે પછી મુનિજને પણ તેવી દ્રવ્યપૂજા કેમ કરતા નથી? એ કદાચ તર્ક થાય તે તેનું સમાધાન એવું છે કે “દવ્યપૂજા રેગીને ઔષધ સમાન કહી છે. ગૃહસ્થજને પાપ પારંભરૂપી રેગથી ભરેલા છે, તે રાગથી મુક્ત થવા તેમને પ્રભુની દ્રવ્યપૂજા પણ સાધનભૂત છે. પરંતુ મુનિરાજ તે તેવા આરંભથી સર્વથા રહિત છે, તેથી તેમને ઔષધ સમાન દ્રવ્યપૂજાની કંઈ જરૂર રહેતી જ નથી. ” ૯૩ : “ગૃહસ્થને દ્રવ્ય ભાવ પૂજા કરવા માટે સ્ત્ર પ્રમાણુ.” મહાનિશીથ સૂત્રના ત્રીજા અધ્યયનમાં કહ્યું છે કે મુનિજનોને ભાવપૂજાજ હિતકારી છે અને ગૃહસ્થને માટે તે દ્રવ્ય અને ભાવ બંને જરૂરનાં છે. ગૃહસ્થને સ્વ રેગ ટાળવા ઔષધ સમાન દ્રવ્યપૂજાની ઉપેક્ષા કરવી કઈ રીતે ઠીક નથી જ. તે દ્રવ્યપૂજા પણ ભાવ નિમિત્તેજ કરવાની છે. કારણથી કાર્ય સંપજે છે, માટે દ્રવ્યપૂજા પણ જરૂરની જ છે. ૯૪ વળી તે સૂત્રમાંજ દ્રવ્યપૂજાનું ફળ તેમજ દાન શીલાદિકનું ફળ બારમા સ્વર્ગની પ્રાપ્તિરૂપ કહ્યું છે. એ વાત ગૃહસ્થ ધર્મનું યથાવિધિ આરાધન કરનાર વ્રતધારી અને દઢધમ શ્રાવક આશ્રી સમજવી. ૯૫ જ્ઞાતાધર્મકથા સૂત્રમાં ટ્રિપદીએ સુર્યાભદેવની પેરે સદ્દભાવથી પ્રભુની દ્રવ્યપૂજા કરી એવાં જ્ઞાનીનાં પ્રગટ વચન છે. ૯૬ વળી તે દ્વિપદી નારદને અસંયતી જાણીને ઉભી ન થઈ એવા વિવેકથીતે શુદ્ધ શ્રાવિક જ છે, તેમ છતાં તે શ્રાવિકા નથી એમ બોલનાર અણજાણ માણસ કેવળ તેના પર આળ મૂકી પિતાના આત્માને મલીન કરી અધોગતિમાં નાંખે છે. ૭ - દ્રિપદીએ પ્રભુની પૂજા કરીને પછી શાસ્તવ કહ્યા છે. એ ચિત્યવંદન વિધિ શ્રાવિકા વિના કણ જાણી અને આદરી શકે ? ૯૮ સૂર્યાભદેવે રત્નનાં પુસ્તક વાંચી તવ-ધર્મને નિશ્ચય કરી આત્મ કલ્યાણાર્થે પ્રભુની દ્રવ્ય-ભાવપૂજા કરી છે. તે વાત રાયપણી સૂત્રમાં વિસ્તારથી કહી છે, એ શાસ્ત્રવચનને જે આપમતિથી ન માને અને ઉલટા તે સમ્યગ્દષ્ટિ દેવને નોધસ્મિઆ કહીને નિદે છે તે દુર્મતિ જને દુર્લભધિ થાય છે, અને ઘણું નિબિડ કર્મ બાંધે છે. ૯-૧૦૦ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36