Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुणानुराग. નવાણુ યાત્રાના અનુભવ સંબંધો વિષય ઘણે ભાગે પૂર્ણ થતાં તેના રહસ્ય તરીકે એ હકીકત લક્ષમાં રમ્યા કરતી હતી કે નવાણુ યાત્રા કરવાનું પ્રબળ કારણ ગુણગણથી ભરેલા પરમાત્માને, ગિરિરાજને, મુનિવર્ગને અને સહધમી બંધુઓને વિશેષ પરિચય કરે તે છે, જે પરિચય ખરેખરૂં આત્માનું હિત કરી શકે તે છે. એ પરિચય કરતાં અગાઉ તેમાં ગુણ છે એવી ખાત્રી થવી જોઈએ, અને ગુણે ઉપર રાગ થે જોઈએ. આ જગતના જીવોને બહોળે ભાગ ગુણરહિત અને ગુણની ઈર્ષા કરનાર છે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે – નિર્ગુણ તે ગુણવંત ન જાણે, ગુણવંત તે ગુણ શ્રેષમાં તાણે લાલન. આપ ગુણને વળી ગુણરાગી, જગમાંહી તેહની કરતી જાગી. લાલન. પાપસ્થાનક સઝાય. નિર્ગુણી તે કઈને ગુણવંત જાણતાજ નથી, અને કેટલા ગુણવાન એવા હોય છે કે, જે બીજા ગુણવંતના ગુણની ઈર્ષા કરીને તેને શ્રેષમાં ઘસડી જાય છે. તે ગુણી અને ગુણના રાગી એવા પુરૂષે આ જગતમાં બહુ વિરલ હોય છે. બાજગમાં જાગતી કીત તે તેની જ છે. નિર્ગુણીની કે ગુણના ઈષાળુની નથી.” આ પ્રકારના વિચારો મગજમાં રમણ કરતા હતા તેવામાં જુન માસનું કોન્ફરન્સ હૈરલ્ડ હાથમાં આવ્યું. તેની અંદરશ્રી જિનપિંગણિ પ્રણીત પુરા ના ગદ્ય પદ્યાત્મક ભાષાંતર સમેત દષ્ટિએ પડ્યું. તે સાવંત વાંચતાં બહુજ આહૂલાદ થ. બરાબર અવસરે એ કુળક હસ્તગત થવાથી વિશેષ પ્રસન્નતા થઈ, તેથી એ કુળક માંહેની ગાથાઓ કાંઈક વિવેચન સહિત વધારે પ્રસિદ્ધિમાં મુકવાને વિચાર થયો. કારણકે ગુણાનુરાગ પ્રાપ્ત થ તે ભૂમિ શુદ્ધ થવા તુલ્ય છે. તે સિવાય ગુણની પ્રાપ્તિ થતી જ નથી. ભૂમિ ખેડાયા પછી જ તેમાં બીજ રોપાય છે અને તે ઉગે છે. ઉષર ભૂમિમાં બીજ વવાતું નથી અને તે ઉગતું પણ નથી. પ્રસ્તુત કુલક પ્રાચીન આચાર્ય પ્રણિત અને ઘણું અસરકારક છે. તેની પ્રથમ ગાથા આ પ્રમાણે છે– सयन कबाण निलयं, नमिळणं तिथ्यनाहपयकमलं । परगुणगहण सरूवं, नणामि सोहग्ग सिरिजण्यं ॥१॥ ભાવાર્થ–“સકળ કલ્યાણના નિલય કે સ્થાન એવા શ્રી તીર્થનાથના પદકમળને નમસ્કાર કરીને સિભાગ્યશ્રીને ઉત્પન્ન કરનારૂં પરગુણ ગ્રહણ સ્વરૂપ કહું છું.” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36