Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book Author(s): Jain Center MA Greater Boston Publisher: USA Jain Center Greater Boston MA View full book textPage 7
________________ પંડિત શ્રી વીરવિજયજી કૃત શ્રી સ્નાત્ર-પૂજા સ્નાત્ર ભણાવતાં પહેલાની વિધિ ૧. પ્રથમ પૂર્વ દિશાએ કે ઉત્તર દિશાએ અથવા મૂળ પ્રતિમા સન્મુખ ત્રણ સુંદર બાજોઠ મૂકી તે ઉપર સિહાસન મૂકવું. ૨. પછી નીચેના બાજોઠ ઉપર વચમાં કેસરનો સાથિયો કરી ઉપર ચોખા પૂરીને શ્રીફળ મૂકવું. ૩. પછી તે જ બાજોઠ ઉપર કેસરના સાથિયા આગળ બીજા ચાર સાથિચા કરી, તે ઉપર ચાર કળશ નાડાછડી બાંધી પચામૃત (દૂધ, દહીં, ઘી, જળ અને સાકરનું મિશ્રણ કરી) ભરીને મૂકવા. ૪. સિહાસનના મદચ ભાગમાં કેસરનો સાથિયો કરી, પૂરી, રૂપાનાણું મૂકી, ત્રણ નવકાર ગણી તેના ઉપર પરિકરવાળાં પ્રતિમાજી પધારવવા. ૫. વળી પ્રતિમાજીની આગળ બીજો સાથિયો કરી તેના ઉપર શ્રી સિદ્ધચક્રજી પધારવા. ૩. પ્રતિમાજીની જમણી બાજુએ પ્રતિમાજીની નાસિકા સુધી ઊંચો ઘીનો દીવો મૂકવો. ૭. પછી સ્નાત્રિયાઓએ હાથે નાડાછડી બાંધી, હાથમાં પંચામૃત ભરેલો કળશ લઈ, ત્રણ નવકાર ગણી, પ્રતિમા તેમ જ સિદ્ધચક્રજીને પખાળ કરવો. ૮. પછી વાળાકૂંચી કરી, પાણીનો પખાળ કરી ત્રણ અંગલૂછણાં કરી કેસર વડે પૂજા કરવી. ૯. પછી હાથ ધોઈ ધૂપી પોતાના જમણા હાથની હથેલીમાં કેસરનો સાથિયો કરવો. ૧૦. પછી કુસીમાંજલી ( કેસર, ચોખા અને પુષ્પનો થાળ) લઈ - જ્ઞાત્રિચાઓએ ઊભા રહેવું. ૧૧. સ્નાત્ર પૂરું થયા પછી પક્ષાલ, ચંદનપૂજા, પુષ્પપૂજા, ધૂપપૂન, દીપકપૂર, અક્ષતપૂજા, નૈવેધપૂજા, ફળપૂજા કરી, આરતિ, મંગળદીવો કરતા પહેલા સ્નાત્રીચાઓએ પોતાના નવ અંગે કેસરના ચાંલ્લા કરવા. cation Intermational 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 106