Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA
View full book text ________________
Jain
શ્રી પંચકલ્યાણક પૂર્વી
આ પૂજામાં ઉત્કૃષ્ટ ફળ, નૈવેધ પકવાન વગેરે દરેક વસ્તુનાં આઠ આઠ નંગ લાવવાં. આઠ સ્નાત્રીચા ઊભા રાખવા. આઠ કળશ પંચામૃતના ભરવા. આઠ દીપક કરવા અને કુસુમ (ફૂલ), અદ્ભુત (ચોખા) પ્રમુખ વસ્તુઓ જોઈએ. કદાપિ તે પ્રમાણે જોગ ના બને તેમ હોય તો એકેકી વસ્તુથી પણ પૂજા ભણાવી શકાય.
વિધિ
૧. પ્રથમ સ્નાત્ર ભણાવવું, પછી સ્નાત્રીયા રકેબીમાં કુસુમ (ફૂલ) લેઈ ઊભા રહે અને પૂજા ભણાવનારાઓ પહેલી પૂજા ભણાવી મંત્ર કહે એટલે સ્નાત્રીય કુસુમ (ફૂલ) પ્રભુજીને ચઢાવે.
૨. બીજી પૂજામાં લવિંગ, એલચી, સોપારી, નાળીએર, બદામ, દ્રાક્ષ, બીજોરા, દાડમ, નારંગી, કેરી, કેળાં, પ્રમુખ, સરસ, સુગંધિત રમણીય ફળ રકેબીમાં રાખી, રકેબી હાથમાં ધરી પૂજાનો પાઠ કહી છેલ્લો મંત્ર ભણીને પ્રભુ આગળ ફળ ધરે. ૩. ત્રીજી પૂજામાં ઉજ્જવલ અખંડ અમૃત (ચોખા) રકાબીમાં નાંખી, રકાબી હાથમાં ધરી પુજાનો પાઠ કહી છેલ્લો મંત્ર ભણી પ્રભુજી આગળ સ્વસ્તિક તથા તંદુલના ત્રણ
પુજ (ઢગલા) કરે.
૪. ચોથી પૂજામાં નિર્મળ જળ ભરેલા કળશ ફેબીમાં રાખી, રકેબી હાથમાં લેઈ પ્રભુ આગળ રહે પછી પૂજાનો પાઠ ભણીને છેલ્લો મંત્ર કહી જળપૂજા કરે.
૫. પછી પખાળ કરી અંગલૂછણાથી લૂહીને કેસરની કચોળી (વાટકી) કેબીમાં રાખી હાથમાં લઈ પાંચમી પૂજાનો પાઠ ભણી છેલ્લો મંત્ર કહી ચંદન પૂજા કરે.
૬. છઠ્ઠી પૂજામાં ધૂપધાણુ, રકેબીમાં રાખી હાથમાં લઈ પૂજાનો પાઠ કહી છેલ્લો મંત્ર ભણી પ્રભુની ડાબી બાજુ ધૂપ ઉખવે.
૭. સાતમી પૂજામાં, મૌલીસૂત્ર પ્રમુખની વાટ (દીવેટ) કરી નિર્મળ સુગંધિત ઘીથી કોડિયાં ભરી દીપક કરી, રશ્કેલીમાં રાખી રકેબી હાથમાં લઈ પૂજાનો પાઠ કહી, છેલ્લો મંત્ર ભણી, પ્રભુજીની જમણી બાજુએ દીપક રાખીએ.
૮. આઠમી પૂજામાં મોઇક, સાકર, ખાજા, પતાસાં પ્રમુખ અનેક ઉત્તમ પકવાન રકેબીમાં ભરી હાથમાં ઘરી પૂજાનો પાઠ કહી છેલ્લો મંત્ર ભણી પ્રભુની આગળ
નૈવેધ કરે.
૯. છેવટે પૂજાનો કળશ કહી સ્નાત્રીઆઓ આરતિ ઉતારી પ્રભુજીથી અંતરપટ કરી પોતાના નવ અંગે ચાંલ્લા કરી મંગળ દીવો ઉતારે.
36ation International-2010_03
For Private Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106