Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA

View full book text
Previous | Next

Page 25
________________ તવ તસ ખોળે ઠરી અરિહાને, સોહમપતિ મનરંગે, વૃષભ રૂપ કરી શૃંગ જળ ભરી, ન્હવણ કરે પ્રભુ અંગે; પુષ્પાદિક પૂજીને છાટે, કરી કેસર રગ રોળ, મંગળ દીવો આરતી કરતાં, સુરવર જય જય બોલે. આ૦ ૫ મેરી ભેગલ તાલ બાવત, વળિયા જિન ધારી, જનની ઘર માતાને સોપી એણી, પેરે વચન ઉચ્ચારી; પુત્ર તમારો, સ્વામી હમારો, અમ સેવક આધાર, પંચ ધાવી રંભાદિક થાપી, પ્રભુ ખેલાવણ હાર. આ૦ ક. બત્રીસ કોડી કનક મણિ માણિક,વસ્ત્રની વૃષ્ટિ કરાવે; પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નદીસર જાવે, કરીચ અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા લેવલને અભિલાષે, નિત નિત જિન ગુણ ગાવે. આ૦ ૭ તપગચ્છ-ઈસર સિંહસૂરીશ્વર, કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસ તણે પદ, કપૂરવિજય ગંભીરા; ખિમાવિજય તસ સુજસવિજયના, શ્રી રામવિજય સવાયા, પડિત વીરવિજય તસ શિષ્ય, જિન જન્મ મહોત્સવ ગાયા. આ૦ ૮ ઉત્કૃષ્ટા એકસો ને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાલે અનંતા, તીર્થકર જગદીશ; સાધારણ એ કળશ જે ગાવે, શ્રી રામવીર સવાઈ, મંગળલીલા સુખ ભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ. આ૦ ૯ | ( અહીં પ્રભુને ચોખાથી વધાવવા. ) [ અહીં કળશથી અભિષેક કરી પંચામૃતનો પખાલ કરવો. પછી પૂજા કરી, પુષ્પ ચઢાવી, લૂણ ઉતારી આરતી તથા મંગળ દીવો ઉતારવો.] ( ચૈત્યવંદન સંપૂર્ણ કરી, શાંતિકળશ કરવો. ) * નવ્વાણ વખતે જ મેરુશિખર નવરાવે હો સુરપતિ મેરુશિખર નવરાવે, જન્મકાળ જિનવરજી કો જાણી પંચરૂપ કરી આવે .... રત્ન પ્રમુખ અડજાતિના કળશા ઔષધિ ચૂરણ મિલાવે ... ખીર સમુદ્ર તીર્થોદક આણી સ્નાત્ર કરી ગુણ ગાવે ... એણી પરે જિન પ્રતિમાકો નવાણ કરી બોધિબીજ માનુ વાવે ... અન ક્રમે ગુણ રત્નાકર ફરસી જિન ઉત્તમ પદ પાવે. .. Jain EducaOntemational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106