________________
મુંબઈથી શ્રાવણ સુદ બીજ, બુધવાર, ૧૯૫૧ (પત્રાંક-૬૨૩)ના લખેલા પત્રમાં પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈની સત્સમાગમની તીવ્ર ઇચ્છાને અનુલક્ષીને લખે છે કે, “વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની વિશેષ ઇચ્છા રહે છે તો તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય એવી બીક રહે છે.” આમ લખીને પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યે જે વિનયયુક્ત વ્યવહાર કરે છે તે સર્વ મુમુક્ષુજનોએ હૃદયગત કરવા જેવો છે. મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈને શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યે કેવો ઉત્કૃષ્ટ દિવ્યભાવ હતો તે પરમકૃપાળુદેવ પર લખાયેલ પત્રમાં વિદિત થાય છે. ખંભાતથી પ્રસિદ્ધ થયેલ “સત્સંગ સંજીવની” નામના પુસ્તકમાં ૪૯મા પાને પત્ર ક્રમાંક-૪૭માં તેઓ લખે છે. કે, “ પૂજય શ્રી સૌભાગ્યભાઈ જેવા પવિત્ર પુરુષનું જે કુળમાં ઉત્પન્ન થવું થયું છે તે કુળમાં, ગામમાં અને તેવા પુરુષના સમાગમમાં આવતા સામાન્ય મનુષ્યોને પણ પરમાર્થ પ્રાપ્ત થવાનું એવા પુરુષનું ઉત્કૃષ્ટ નિમિત્ત થયું છે.”
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ શ્રી સૌભાગ્યભાઈને જે ભવ્ય અંજલિ અર્પલ છે તે હાથનોંધ ૨/૨૦ પાના નંબર-૮૨૪ (શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તક) પર છપાયેલ છે તે જોઈ આ પ્રકરણ પૂર્ણ કરીશું.
“હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યગદર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.
આ અનાદિ અનંત સંસારમાં અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.
હે જિને વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.
હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.
હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો.”
પરમકૃપાળુદેવે જે નમસ્કાર કર્યા છે તે સમ્યગદર્શન, શ્રી જિન વીતરાગ, શ્રી કુંદકુંદાદિ આચાર્યોની અનુક્રમ પંક્તિમાં પૂજય શ્રી સૌભાગ્યભાઈને દર્શાવી તેમની મહત્તા જ પ્રદર્શિત કરેલ છે.
પ.કૃ. દેવનો પ્રચંડ આત્મપુરુષાર્થ તથા શ્રી સૌભાગ્યભાઈ સાથેની પારમાર્થિક એકતા
૫૧
Jain Education International
For Pers
Private Use Only
www.jainelibrary.org