________________
ભેંસને ન દોહે તો દૂધ તેના પેટમાં પ્રસરે તો મરણ નીપજે. વળી આ ભેંસ મોટું તાંસળું ભરાય એટલું દૂધ આપે. ન દોહવાને કારણે વસુકી જાય તો પછી દૂધ ન આપે. આવી પરિસ્થિતિમાં કેવી રીતે દેવુબાને જવા રજા આપે ? છતાં સાસુજીને એમ થયું કે જો રાત પહેલાં સાયલાથી લીંબડી દેવુબા આવી જાય તો ભલે સાયલા જતાં અને પ્રભુનાં દર્શન કરતાં. દેવુબાએ હા પાડી કે સાંજના સાત વાગ્યા સુધીમાં આવી જઈશ. આખરે દેવુબા સાયલા પહોંચ્યાં. એ જમાનામાં લીંબડીથી સાયલા જવા માટે ટ્રેનમાં કેમ્પ (સુરેન્દ્રનગર) જવું પડતું. કેમ્પથી ટ્રેન બદલી મૂળી જવાનું, સાયલા ટપ્પામાં આવાવનું રહેતું. આવી રીતે મુસાફરી કરી દેવુબા આવી ગયાં. બધાં સાથે બેઠાં, આનંદ-જ્ઞાનવાર્તા સાંભળી. સાથે જ જમ્યા પછી પ્રભુ શ્રીમદ્ રાજચંદ્ર શ્રી સૌભાગ્યભાઈ, તેમનાં પત્ની શ્રી રતનબા, શ્રી સૌભાગ્યભાઈનાં બહેન કે જે વિધવા હતાં અને સાયેલા રહેતાં હતાં તે ઉજમબા, ચમુબા, દેવુબા અન્ય દીકરીઓ, પુત્રો ત્યંબક અને મણિ અને અન્ય મહેમાનો બેઠા હતા. દેવુબાને જવાનું હોવાથી ટપ્પાવાળાને કહી રાખેલ તે આવી ગયેલ. પરંતુ તે જ વખતે દેવુબાને પેટમાં અસહ્ય પીડા ઊપડી. ઊભા ન થઈ શકે એવી હાલત થઈ હવે કેવી રીતે લીંબડી જવું એની ફિકર થઈ. ટ્રેનનો સમય પણ થઈ ગયો હતો. બધાં જ નિરાશ થઈ ગયાં ! શું કરવું એની ગમ પડે નહિ. દરેકના મોઢા પર ચિંતા જોઈને પ્રભુ શ્રીમદ્ રાજચંદ્રજીએ પૂછ્યું કે શું છે ? તમે બધાં ગંભીર અને ચિંતિત કેમ દેખાવ છો ?
શ્રીમદ્ રાજચંદ્રને પ્રત્યુત્તરમાં શ્રી સૌભાગ્યભાઈએ સઘળી બિના કહી સંભળાવી. આ સાંભળી પરમકૃપાળુદેવ ઘડીક વિચારમાં રહ્યા પછી બોલ્યા : “ફિકર કરશો નહીં, દેવુબા ભલે લીંબડી જાય.” બસ ! આ શબ્દો સાંભળતાં જ શ્રી સૌભાગ્યભાઈ તો અનેરો આનંદમાં આવી જઈ ઊછળી પડ્યા અને બે હાથ ઊંચા કરી બોલ્યા કે, “બસ ! ફિકર કરશો નહીં ભગવાને કહ્યું છે, દેવુબા ભલે લીંબડી જાય કાંઈ થશે નહીં.”
ટપ્પાવાળાએ તો ઘોડો છોડી નાખેલ કારણ એને એમ કે ટાઈમ થઈ ગયો છે હવે મૂળી સ્ટેશને જઈશું તો પણ ટ્રેઈન નહિ મળે પણ પ્રભુનાં વચનોમાં અખૂટ વિશ્વાસ ધરાવતા શ્રી સૌભાગ્યભાઈએ તો પોતાની બહેન ઉજમબાને સાથે જવા કહી દેવુબાને લીંબડી મૂકવા તૈયારી કરી. આખરે ઉજમબા દેવુબાને લઈ ટપ્પા દ્વારા મૂળી સ્ટેશને પહોંચ્યાં તો ટ્રેઈન એક કલાક મોડી હતી. મૂળીથી નિર્વિઘ્ન વઢવાણ કેમ્પ પહોચ્યાં
ત્યાં પણ બીજી ટ્રેઈન એક કલાક મોડી હતી એટલે તે ટ્રેઈનમાં લીંબડી પહોંચ્યાં. દેવુબાના પેટમાં જે દર્દ હતું તેમાં જરા પણ વધારો થયેલ નહિ.
• સ્ક્રયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org