________________
ઉદ્ઘાટન કર્યું. દીપકમાં સાત જ્યોત હતી. ૪-૧૫ કલાકે પ્રદર્શનનું (આગળ માહિતી આપેલ છે) ઉદ્ઘાટન સુબોધ પુસ્તકાલય ખંભાતના પ્રમુખશ્રી અમુભાઈ શેઠના વરદ હસ્તે થયું. આ પ્રદર્શન સમગ્ર વર્ષ દરમ્યાન જોઈ શકાય એ રીતે ગોઠવવામાં આવ્યું છે. તેનું સર્વે મહેમાનો તેમ જ મુમુક્ષુગણે નિરીક્ષણ કરી, લાભાન્વિત થયા.
સાંજે ૬-૪૫ થી ૭-૦૦ દરમ્યાન આરતી, મંગલદીવો તથા દેવવંદન અને આત્મસિદ્ધિ શાસ્ત્રનું પઠન થયું.
રાત્રે ૮-૧૫ થી ૮-૩૦ દરમ્યાન શ્રી મિનળબહેને “શ્રી સોભાગ પ્રત્યે” પુસ્તકમાંથી ક્રમાનુસાર પત્રોનું વાંચન કર્યું તથા ત્યારબાદ તા. ૯-૬-૧૯૯૬ના રોજ યોજાનાર શોભાયાત્રાની બોલી બોલવામાં આવી.
જેઠ વદ નોમ, ૨૦૫ર રવિવાર, તારીખ ૯-૬-૧૯૯૬
આ દિવસે સવારે પ-00 થી પ-૩૦ ધ્યાન. પ-૩૦ થી ૬-૪૫ આજ્ઞાભક્તિ તથા દેવવંદના કર્યા બાદ પૂ. શ્રી બાપુજીએ પત્રાંક-૭૭૯માંથી બીજું પદ “અનુભવ ઉત્સાહ દશા” વિગતપૂર્ણ રીતે સમજાવ્યું.
૯-૩૦ કલાકે શોભાયાત્રા શ્રી રાજ-સોભાગ આશ્રમથી શ્રી રાજ-સોભાગ વિશ્રાંતિધામ (ગામમાં) સુધીની યોજવામાં આવેલ. શોભાયાત્રામાં અમદાવાદથી આવેલ બેન્ડના સૂરો રેલાતા હતા તો ગ્રામ્ય વિસ્તારના ભાઈઓની મંડળીએ દાંડિયા રાસની રમઝટ જમાવી. ભાઈઓમાંથી ઘણાએ સાફા બાંધેલા તો બહેનોએ એકસરખી સફેદ સાડી જેની બોર્ડર લાલ બાંધણી પ્રકારની હતી તે પહેરી માથે કુંભ મૂકીને શોભાયાત્રાને દીપાવી હતી. આ બધું દશ્ય અવર્ણનીય હતું. શોભાયાત્રામાં સૌ પ્રથમ ધ્વજાઓ ત્યારબાદ બેન્ડ પાર્ટી. પછી પરમકૃપાળુદેવના ચિત્રપટનું સૌ પ્રથમ બળદ ગાડું, પૂ. શ્રી સૌભાગ્યભાઈના ચિત્રપટ સહ દ્વિતીય બળદ ગાડુંપરમકૃપાળુદેવ તથા પૂ. શ્રી સૌભાગ્યભાઈનું એક ચિત્રપટ સહ તૃતીય બળદ ગાડું. પૂ. શ્રી લઘુરાજસ્વામીના ચિત્રપટ સહ ચતુર્થ બળદ ગાડું અને છેલ્લે પરમકૃપાળુદેવ “આત્મસિદ્ધિ શાસ્ત્ર” લખે છે તેના ચિત્રપટ સહ પંચમ બળદ ગાડું એમ પાંચ બળદ ગાડાં શણગારેલાં એક પછી એક ચાલતાં હતાં. આ પછી પૂ. શ્રી ડુંગરશીભાઈના ઘેરથી જે વચનામૃતજી પ્રાપ્ત થયેલ તેને પણ શોભાયાત્રામાં સામેલ કરેલ. જેનાં દર્શન કરીને મુમુક્ષુઓ આનંદઉલ્લાસ વ્યક્ત કરતા જણાતા હતા, ધન્યતા અનુભવતા હતા. ત્યાર બાદ એક રથમાં શ્રી પાર્શ્વપ્રભુનાં ધાતુનાં પ્રતિમાજી બિરાજમાન હતાં. અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રભુના રથ આગળ ધ્વજા, દૂધની ધારા, ધૂપ, દીપ, છડી, આદિ લઈને
. ધ્રયસખા શ્રી સૌભાગ્ય
૨૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org