Book Title: Hriday Sakha Shree Saubhagya
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 297
________________ વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. શ્રી યંબક :- કાકા, આ પ્રત્યક્ષ જ્ઞાની કોને કહેવાય ? શ્રી ડુંગરભાઈ :- જો ચંબક ! પ્રભુએ આગળ જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ કહ્યું તો તે જ્ઞાની કેવા હોય તે અહીં જણાવ્યું. અહીં પ્રત્યક્ષ શબ્દ લખ્યો છે. પ્રત્યક્ષ એટલે હાલતા ચાલતા દેહધારીપણું, મન વચન કાયાનું સંયોગીપણું તે. કૈવલ્ય સંપન્ન પરમ સદ્દગુરુ તે અરિહંત ભગવાન તથા તે અરિહંત ભગવાનના પરમ ઉપાસક એવા આત્મજ્ઞાની સદૂગુરુની આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ સંભવતી નથી. પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે પણ આપણામાં માનભાવ હોય તે કહેવા આવે નહીં પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્ર કરતાં મીઠાં પાણીનો કળશો તૃષાતુરની તૃષા છીપાવે તેમ. હાં મણિ ! પ્રભુ હવે શું લખે છે ? શ્રી મણિલાલ :- જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. શ્રી સૌભાગ્યભાઈ :- પ્રત્યક્ષ સગુરુને શોધી એકનિષ્ઠાએ તે સત્પરુષના ચરણ કમળમાં સર્વભાવ સમર્પણ કરી તેની ભક્તિમાં લીન થાય. નોંધઃ શ્રી સૌભાગ્યભાઈ આંખ બંધ કરી થોડીક ક્ષણો બેસી રહે છે. સૌ એમની સામે જોઈ રહે છે. શ્રી મણિલાલ :- જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિદિધ્યાસનાદિનો હેતુ થતો નથી માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સપુરુષોએ કહ્યું છે. શ્રી ચુંબક - હા ! હા ! મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે. શ્રી મણિલાલ :- આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. ૨૫૩ . હદયસખા શ્રી સૌભાગ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314