Book Title: Hriday Sakha Shree Saubhagya
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 309
________________ સૌભાગ્યભાઈ :- સ..હ..જા..ત્મ સ્વરૂપ સ્વામિ. (૨) અંબાલાલ :- ડુંગરભાઈ, આ સ્થિતિમાં પણ સાહેબજીનું જ સ્મરણ રહેવું, એ કેવી અભુત વાત છે. ડુંગરભાઈ :- એમાંય પ્રભુ સાથે ઈડર જઈને આવ્યા પછી તો તેમની આંતરિક દશામાં ખૂબ જ પરિવર્તન આવેલ છે. જાણે નિર્મોહી, અસંગ અને અંતર્મુખ ઉપયોગમાં જ વર્તે છે. અંબાલાલ :- ડુંગરભાઈ ! આ સમયે આપની ઓથ સોભાગભાઈને ખૂબ જ હિતનું કારણ બની છે. ડુંગરભાઈ :- બસ ! રાત-દિવસ સત્સંગ, સાહેબજીનાં વચનામૃતોનો સ્વાધ્યાય, તથા ચૌદ પૂર્વનાં સાર સમાન શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રજીનું સતત ચિંતન અને મનન તેમને સમાધિભાવમાં રાખે છે. દેહને તો જાણે વિસરી ગયા છે. અંબાલાલ :- ડુંગરભાઈ ! આ બધી પ્રભુની કૃપા છે. સૌભાગ્યભાઈ :- (પત્ર લઈ આંખે અડાડે છે.) અંબાલાલ આજે પ્રભુનો પત્ર આવ્યો છે. વાંચી સંભળાવો ને ! (સોભાગભાઈ અંબાલાલને પત્ર આપે છે.) અંબાલાલ :- (પત્ર લઈ ખોલે છે.) (સ્ક્રીન પર પદ સવૈયો લખેલો રાખવો.) અંબાલાલ :- પરમપુરુષ દશા વર્ણન. અહોહો. આમાં તો પરમપુરુષ મહાત્માની પરમ અદ્ભુત આત્મદશાનું વર્ણન કરતો સવૈયો કે જે પંડિત બનારસીદાસજીએ રચેલો છે, તે લખેલ છે. વળી કૃપાનાથે તેને સમજાવતા અર્થો તેની નીચે જ લખ્યા છે. પરમ પુરુષ દશા વર્ણન કીચસૌ કનક જાકે, નીચ સૌ નરસપદ, મીચસી મિતાઈ, ગરુવાઈ જાકે ગારસી; જહરસી જોગ જાતિ, કહરસી કરામાતિ, ૨૬૫ ... દયસખા શ્રી સૌભાગ્ય Jain Education International For Personer ate Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314