Book Title: Hriday Sakha Shree Saubhagya
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 300
________________ મર્મ કહ્યો નથી. મર્મ તો સત્પષના અંતર આત્મામાં રહ્યો છે તો પણ આ શાસ્ત્રોના પ્રણેતા મહાજ્ઞાની હોવાને કારણે તે જીવને અધિકારી બનાવે છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય જગાડે છે. જ્યાં જ્યાં સાચું એ મારું એવી મધ્યસ્થ દૃષ્ટિ અપાવે છે. પ્રત્યક્ષ સગુરુના ગુણ લક્ષણ દર્શાવી તે સદ્ગુરુને શોધવા પ્રેરે છે. એમ સપાત્ર બનાવી, સજીવન મૂર્તિ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા સમર્થ બનાવે છે. હું પછી? શ્રી મણિલાલ :- આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. શ્રી ડુંગરભાઈ :- મણિ ! જો હું સમજાવું. આ મોક્ષમાર્ગની નિસરણી કહી. ભગવાન ઋષભદેવથી શ્રી વર્ધમાન મહાવીર સ્વામી સુધી અને આજ પર્યન્ત મોક્ષ માટેનો આ એક જ માર્ગ છે. શ્રી મણિલાલ :- એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. શ્રી ઉજમબા અને શ્રી રતનબા - આ ગુપ્ત તત્ત્વ એટલે શું? (પરમ ઉત્સુકતા સાથે બને પૂછે શ્રી સૌભાગ્યભાઈ - ગોસાળિયા ! પ્રભુએ આમાં મર્મ કહી દીધેલ છે. શ્રી ડુંગરભાઈ :- હા, ખરેખર ! શ્રી સૌભાગ્યભાઈ :- આ ગુપ્ત તત્ત્વ એટલે બીજજ્ઞાન, કે જે જ્ઞાનમાંથી જો જીવ પુરુષાર્થી થાય તો તેમાંથી કૈવલ્ય જ્ઞાનરૂપી વૃક્ષ ઊગે. આ ગુપ્ત તત્ત્વને ગુરુગમ કહો, સુધારસ કહો, ઉપશમ કહો અથવા બોધીબીજ કહો. અને તેની પ્રાપ્તિ શ્રી સદગુરુ ભગવાન પાસેથી થાય. શિષ્યમાં પાત્રતા જોઈ અપાર કરુણાવંત શ્રી સદ્ગુરુ આ ગુપ્ત તત્ત્વનું, બોધીબીજનું રોપણ કરે છે. શિષ્યને ધન્ય-ધન્ય કરે છે. તે સુશિષ્ય આ ગુપ્ત તત્ત્વ પર પુરુષાર્થી થતાં પ્રત્યક્ષ અમૃતત્વને પામી અજર-અમર અવિનાશી પદને વરી અભય થાય છે. જ્ઞાનમાર્ગની શ્રેણી - વચનાવલી ૨પ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314