Book Title: Hriday Sakha Shree Saubhagya
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 292
________________ નોંધઃ પ્રભાતિયું ગવાતું હોય ત્યારે શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવના ચિત્રપટને પ્રણામ કરે છે. પછી વચ્ચે રાખેલ ખાટલા પર બેસે છે. શ્રી સૌભાગ્યભાઈ - હે નાથ ! અનાદિકાળથી આ આત્મા મોહની નિંદમાં સૂઈ રહેલ. હે કૃપાનાથ ! જો આપ ન મળ્યા હોત તો આ પામરની શી દશા થાત ? નોંધઃ પૂ.શ્રી સૌભાગ્યભાઈ સ્ટેજ પર આમતેમ ફરે છે. બારણાં તરફ નજર કરે છે, ત્યાં શ્રી ડુંગરભાઈ પ્રવેશે છે. શ્રી ડુંગરભાઈ - કઈ દશાની વાત કરો છો સોભાગભાઈ ! શ્રી સૌભાગ્યભાઈ :- અરે ! આ જ તો કંઈ વહેલાં આવી ગયા ગોસળિયા ! શ્રી ડુંગરભાઈ :- હા ! દર્શન કરવા નીકળેલ તો દૂરથી તમને બારીમાં જોયા, થયું કે, લાવ મળીને પછી જ ઘેર જાઉં. શ્રી સૌભાગ્યભાઈ :- તો, તો તમો શિરામણી કરીને નહીં આવ્યા હોં ! આપણે સાથે જ શિરામણી કરીશું કેમ ? શ્રી ડુંગરભાઈ :- ના, ના એની કશી જરૂર નથી. પણ હું આવ્યો ત્યારે તમો કંઈક દશાનું કહેતા હતા. તે શું છે ? શ્રી સૌભાગ્યભાઈ :- જાઓ ! ગોસળિયા ! સામેના મંદિરમાંથી એક સુંદર પદ પ્રભાતિયું ગવાતું હતું. “મોહની નિંદમાં સૂઈ મત રહો સદા” એ સાંભળતાં મને વિચાર આવ્યો કે, આ આત્મા અનાદિથી મોહની નિંદમાં સૂઈ રહેલ, એને જગાડનાર પ્રભુ ન મળ્યા હોત તો આ પામરની શી દશા થાત ? ખરી વાત છે ને મારા ભેરુ ? શ્રી ડુંગરભાઈ :- હા, હા ! ખરેખર જો કૃપાનાથ ન મળ્યા હોત તો આપણી શી દશા થાત ? નોંધ: શ્રી સૌભાગ્યભાઈ વળી વળીને બારણા તરફ નજર કરતા હોય છે તેથી ડુંગરભાઈ પૂછે છે. શ્રી ડુંગરભાઈ :- સોભાગભાઈ ! બારણા તરફ વારંવાર કેમ જોયા કરો છો ? શી વાત છે ? શ્રી સૌભાગ્યભાઈ :- ડુંગરભાઈ ! હું ટપાલીની રાહ જોઉં છું. એ હજુ કેમ નહીં જ્ઞાનમાર્ગની શ્રેણી -વચનાવલી ૨૪૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314