Book Title: Hriday Sakha Shree Saubhagya
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 293
________________ આવ્યો હોય ? ટેમ તો થઈ ગયો છે ! (નેજવું કરી દૂર દૂર નજર નાંખે છે.) શ્રી ડુંગરભાઈ :- શું વાત છે સોભાગભાઈ ! આજ તો ટપાલીની કાંઈ બહુ રાહ જુઓ છો ? શ્રી સૌભાગ્યભાઈ :- આજ તો મારા પ્રભુની ટપાલ આવવી જ જોઈએ ! નોંધઃ વળી આમતેમ નજર કરે છે ત્યાં જ ટપાલી પ્રવેશે છે. શ્રી સૌભાગ્યભાઈના ચહેરા પર આનંદની લાગણી છવાઈ જાય છે. ટપાલી :- શેઠ ! આ લ્યો તમારી ટપાલ, આજ જરા મને મોડું થયું છે એટલે ઊભો નહીં રહું ! શ્રી સૌભાગ્યભાઈ :- અરે ! એમ એ જવાતું હશે ? મણિની બા ! જરા સાકરનો ગાંગડો તો લાવજો. આ તો મારા પ્રભુની ટપાલ આવી છે. નોંધઃ (પત્રને જોતાં જોતાં બોલે છે ) જાઓ ગોસળિયા ! પ્રભુનો પત્ર આવ્યોને ? નોંધ : રતનબા સાકરનો ગાંગડો લઈ આવે છે. શ્રી સૌભાગ્યભાઈને આપવા જાય છે પણ સૌભાગ્યભાઈને આનંદ વિભોર થઈ નાચતા જોતા તે સીધા ટપાલીને ગાંગડો આપે છે. ટપાલી ગાંગડો ખાતો જાય છે. રતનબા :- આજ તો હવે નંદ ઘેર આનંદ ભયો. નંદ ઘેર આનંદ ભયો. પરકમ્મા કરીને લાગુ પાય રે સદ્દગુરુજી મારા ! તમો મળ્યાથી મહાસુખ થાય રે વિધ્વંભર વાલા ! નજર્યું કરો તો લીલા નિરખું રે સગુરુજી વાલા ! રાખો તમારે શરણે રે વિશ્વભર વાલા ! આ પદ ગાતાં ગાતાં શ્રી સૌભાગ્યભાઈ પોતે પત્ર હાથમાં રાખી પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ જાય છે અને ગોળ ગોળ ફરે છે. શ્રી સૌભાગ્યભાઈ :- મણિ ! વ્યંબક ! આજ તો આપણાં નાથનો પત્ર આવેલ છે ! તે પણ તમારા બન્ને પરનો છે. મણિ :- શું પ્રભુનો પત્ર આવેલ છે ! અમારા પર ? શ્રી સૌભાગ્યભાઈ :- હા ! લ્યો આ પત્ર ! ખોલો અને વાંચો. પ્રભુએ શું લખેલ છે? અરે ! ઉજમ ! બેન અહીં આવને ? બેસ. પ્રભુનો પત્ર ૨૪૯ ... દયસખા શ્રી સૌભાગ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314