________________
કામસેવા ફરમાવશો. આ સેવકની સંભાળ રાખશો. ગોસળિયા વગેરે કુટુંબના માણસો સરવેના (સર્વેના) નમસ્કાર વાંચશો. મુ. રવજીભાઈને મારી વતી ગોસળિયાની વતી સુખસાતા પૂછશો.
નિડયાદ, આસો વદ ૦)), ૧૯૫૨.
શ્રી ડુંગરને “આત્મસિદ્ધિ” મુખપાઠે કરવાની ઇચ્છા છે. તે માટે તે પ્રત એમને આપવા વિષે પુછાવ્યું તો તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાઠે કરવાની આજ્ઞા છે, પણ હાલ તેની બીજી પ્રત નહીં ઉતારતાં આ પ્રત છે તે ઉપરથી જ મુખપાઠે કરવા યોગ્ય છે, અને હાલ આ પ્રત તમે શ્રી ડુંગરને આપશો. તેમને જણાવશો કે મુખપાઠે કર્યા પછી પાછી આપશો, પણ બીજો ઉતારો કરશો નહીં.
લિ. આ. સે. સોભાગના નમસ્કાર વાંચશો. વ. પત્રાંક - ૦૨૧
જે જ્ઞાન મહા નિર્જરાનો હેતુ થાય છે, તે જ્ઞાન અનધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે.
શ્રી સોભાગ પાસેથી આગળ કેટલાક પત્રોની નકલ કોઈ કોઈ અધિકારીના હાથમાં ગઈ છે. પ્રથમ તેમના પાસેથી કોઈ યોગ્ય માણસ પાસે જાય અને પછીથી તે માણસ પાસેથી અયોગ્ય માણસ પાસે જાય. એમ બનવાનો સંભવ થયેલો અમારો જાણવામાં છે.
“આત્મસિદ્ધિ” સંબંધમાં તમારા બન્નેમાંથી કોઈએ આજ્ઞા ઉપરાંત વર્તવું યોગ્ય નથી. એ જ વિનંતી.
વવાણિયા, કા. સુદ ૧૦, શનિ, ૧૯૫૩
માતુશ્રીને શરીરે તાવ આવવાથી તથા કેટલોક વખત થયાં અત્રે આવવા વિષે તેમની વિશેષ આકાંક્ષા હોવાથી ગયા સોમવારે અત્રેથી આજ્ઞા થવાથી નિડયાદથી ભોમવારે ૨વાને થવાનું થયું હતું. બુધવારે બપોરે અત્રે આવવું થયું છે.
૧૭૮
વ. પત્રાંક - ૦૨૨
શરીરને વિષે વેદનીયનું અશાતાપણે પરિણમવું થયું હોય તે વખતે શરીરનો વિપરિણામી સ્વભાવ વિચારી તે શરીર અને શરીરને સંબંધે પ્રાપ્ત થયેલાં સ્ત્રીપુત્રાદિ પ્રત્યેનો મોહ વિચારવાન પુરુષો છોડી દે છે; અથવા તે મોહને મંદ કરવામાં પ્રવર્તે છે.
હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org