________________
આવશે. માટે ઘણું શું લખું? અવશ (અવશ્ય) કરી અહીં પધારવાનો વિચાર કરશો. જો આપ આ ફેરા મુંબઈ પાધરા (સીધા જ) પધારશો તો મનમાં ઘણો ખેદ મને વગેરેને થાશે. આપ પરમાત્મા છો તો ગરીબ સેવકની વિનંતી માન (માન્ય) કરશો અને આંહી પધારવાનું અગાઉથી લખી જણાવશો. મૂળીએ ગાડી લઈ તેડવા આવશું. મારા અને ગોસળીઆના નમસ્કાર વાંચશો.
સાયલેથી લિ. સેવક આજ્ઞાંકિત સોભાગના નમસ્કાર વાંચશો
પત્રાંક - ૩૬
સંવત ૧૯૫૩ના કારતક વદી ૧૧, સોમવાર આપનો કીરપાપત્ર (કૃપાપત્ર) આવ્યો તે વાંચી ઘણો ઘણો આનંદ થયો છે. હવે આપનું પધારવું થાય ત્યારે અગાઉથી લખી જણાવશો એટલે અહીંથી ગાડી લઈને શ્રી મૂળી સ્ટેશન હાજર રહીશ. મને શરીરે ઠીક છે. વખતે રાતે તાવ આવી જાય છે. પણ હવે અડચણ જેવું નથી.
આપને ઉપાધિ થાય તેમ ઘણું કરી થવા દેશું નહીં. તે ખાતે ખુશી રાખવી. અમારા ધન્ય ભાગ્ય જે આ વખતે આપનાં દર્શન થાશે એ વિનંતી.
સાયલેથી લિ. આ છો. સોભાગના નમસ્કાર. પત્રાંક - ૩૦
સંવત ૧૯૫૩, માગશર વદ ૧૧, બુધવાર પૂ.સા. શ્રી પ. રવજીભાઈ પચાણભાઈ, સાહેબને આપજો .
આપનો કૃપાપાત્ર હાલમાં નથી, તો લખવા કૃપા કરશો. આપને આંહી પધારવાની ઢીલ થાતી જાય છે. તેમ તેમ જલદી દરશન કરવાની વધારે ખવાડીશ રે છે. હવે તો જેમ જલદી પધારવાનું થાય તેમ કરશો. બીજું આપને શું લખવું પણ હવે રૈયું જાતું નથી. (બપૈયો) જેમ મેહની વાટ જુવે છે, તેમ મુમુક્ષુ જીવ (આપની) જોઈ રહ્યા છે. તો જલદી પધારવાનું કરશો. મને રાતે રાતે વાસા-અધવાસાનો તાવ આવે છે, પણ સારી પેઠે હવે સુવાણ જેવું છે. મુંબઈ અવેજ બીડવો છે. રૂ. ૫૦૦ થી ૮૦૦ સુધીની હૂંડી બેચાર દિવસમાં બીડવા સંભવ છે. એ જ વિનંતી.
સાયલેથી લિ. આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર.
૧૮૦
. હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personel Private Use Only
www.jainelibrary.org