________________
ભાઈ મણિલાલે સિદ્ધિશાસ્ત્ર રાખવાની આજ્ઞા મેળવવા સારુ મને આપવાની હાલ ના કહે છે. બીજા પત્ર હું ભેળો લેતો જઈશ.
પત્ર નં. - ૪૦ શ્રીમદ્ ગુરુદેવ પરમાત્માશ્રીને ત્રિકાળ નમસ્કાર.
પરમકૃપાળુ, દેવાધિદેવ શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી શ્રી સદ્ગુરુદેવ પ્રભુશ્રીની સેવામાં.
ગઈ કાલે રવિવારે અત્રે સાંજના મારું આવવું થયું છે. રસ્તામાં આવતાં વીરમગામ સ્ટેશને સુખલાલભાઈના દર્શનનો લાભ થયો હતો. અમદાવાદ એક રાત્રિ વીશીમાં કાઢી હતી.
પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ સાહેબના વિદેહ થયા પછી વારંવાર તેમના પવિત્ર ઉત્તમોત્તમ ગુણો મને સદૈવ સ્મૃતિમાં આવવાથી મારું દય ભરાઈ આવે છે. તે પવિત્ર પુરુષની દયા, ક્ષમા, દુઃખ વેદવાની સહનતા, અનુકંપા, અસંગપણું, આત્માના શુદ્ધ ઉપયોગની તારતમ્યતા એ વારંવાર મને સ્મૃતિમાં આવ્યા કરે છે. એવા અમૂલ્ય રત્નનો વિશેષ સમાગમ આ લેખકના હીનભાગ્યે અધિક કાળ મને ક્યાંથી હોય. હવે બહુ જ પશ્ચાત્તાપ થાય છે. એવા પરમ પૂજવા યોગ્ય પુરુષની મારાથી કાંઈ પણ સેવા ભક્તિ થઈ નથી. અરેરે પૂ. શ્રી જૂઠાભાઈ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈ જેવા અમૂલ્ય રત્નોની મારા જેવા દુષ્ટ જીવોને વિશેષ સમાગમની પ્રાપ્તિ ન થઈ. ખરેખર એવા પવિત્ર મહાત્માઓની મને બહુ જ ન્યૂનતા થઈ પડી છે. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ જેવા પવિત્ર પુરુષનું જે કુળમાં ઉત્પન્ન થવું થયું છે, તે કુળમાં, ગામમાં અને તેવા પુરુષના સમાગમમાં આવતા સામાન્ય મનુષ્યોને પણ પરમાર્થ પ્રાપ્ત થવાનું એવા પુરુષનું ઉત્કૃષ્ટ નિમિત્ત થયું છે. | સર્વ કુટુંબ વર્ગ મૃત્યુના પ્રસંગે સમીપ હતું પણ સર્વનું ચિત્ત પરમ પ્રેમે પૂ. સૌભાગ્યભાઈની ભક્તિમાં હતું. છેવટના વખત સુધી તે પુરુષની સમાધિ દશા જોઈ સહર્ષ આનંદ વર્તાતો હતો. કોઈના મનમાં ખેદ તે સ્વાર્થ સંબંધના લીધે મોહાદિ પ્રકારથી રડવું–કરવું કાંઈ હતું નહીં અને શિષ્ય જેમ ગુરુ પ્રત્યે વર્તે તેવી રીતે પુત્રાદિ સર્વ સંબંધીઓ વર્તતા હતા. આજ્ઞાનુસાર વર્તવામાં સર્વને વિશેષ જિજ્ઞાસા હતી. શિષ્ય જેવાં વચનો ગુરુ પ્રત્યે ગુરુપણાની બુદ્ધિથી વાપરે તેવાં જ વચનોથી દીનપણે પુત્રાદિ વર્તતા હતા. એવા એ પવિત્ર પુરુષની કુટુંબ પ્રત્યેની અનુકંપા અને દયા અને તેથી
૨૨૧
દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org